ઈકો ફ્રેન્ડલી રેફ્રિજરેટરમાં ન્યુનતમ તાપમાન 4 ડિગ્રી સુધી રાખી શકાય છે


એલ.ડી. કોલેજ ઓફ એન્જિનિયરિંગના મિકેનિકલ વિભાગમાં અભ્યાસ કરતા સ્ટુડન્ટ દેવાંગ, વિરલ, ચૈતન્ય અને પાર્થ દ્વારા ઈકો ફ્રેન્ડલી રેફ્રિજરેટર બનાવ્યું છે, રેફ્રિજરેટર બનાવવા માટે વોરટેક્ષ ટયુબનો ઉપયોગ કર્યો છે, જેના દ્વારા સામાન્ય હવાને કમ્પ્રેસ્ડ કરીને ઠંડી કરી શકાય છે. જેના દ્વારા તાપમાન ૪થી ૬ ડિગ્રી સુધી નીચું લાવવું શક્ય બને છે. હવાની પાઇપનું કનેક્શન એક બંધ બોક્સમાં આપવામાં આવે છે, જેના કારણે ઠંડી હવા બોક્સના વાતાવરણને નીચું લાવે છે. ઠંડી હવાના લીધે બોક્સમાં રહેલી વસ્તુઓને ઠંડી કરવા ઉપરાંત વધારે સમય સુધી સ્ટોર કરીને ફ્રેસ રાખી શકાય છે. ઉપરાંત વોરટેક્ષ ટયુબનો ઉપયોગ એર કન્ડિસનિંગ, સ્પોટ કુલિંગ અને મોબાઇલ રેફ્રિજરેશન માટે પણ કરી શકાય છે. 

ગીયરબોક્સની નવી ડિઝાઇન દ્વારા મશીનની કાર્યક્ષમતા વધી

ઇન્ડસ્ટ્રીના મશીનોમાં ઇન્વોલ્યુડ અને સાયક્લોડલ બે પ્રકારના ગીયરબોક્સનો ઉપયોગ કરાય છે. સાયક્લોડલના ફાયદાઓ ઇન્વોલ્યુડ કરતા વધારે છે, પરંતુ સાયક્લોડલમાં વાઇબ્રેશનની સમસ્યા હોવાના કારણે તેનો ઉપયોગ ઓછો કરાય છે. અમારા દ્વારા સાયક્લોડલની નવી ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે, જેમાં વાઇબ્રેશનની સમસ્યાનો ઉકેલ છે. ઉપરાંત સાયક્લોડલ દ્વારા મશીનની કાયક્ષમતામાં વધારો કરી શકાય છે. નવી ડિઝાઇનના ઉપયોગ માટે હાલમાં બે કંપનીઓ જોડે વાતચીત ચાલુ છે. - મોહક શાહ અને મીત શુક્લા - મિકેનિકલ વિભાગ

બિલ્ડિંગના પેસેઝમાં ઠંડક રાખવા માટે સ્પ્રે કુલિંગ સિસ્ટમ બનાવી

ઓફિસ કે ઘરમાં ગરમીથી બચવા માટે એ.સી.નો ઉપયોગ કરી શકાય છે, પરંતુ બિલ્ડિંગના પેસેઝમાં ઠંડક રાખવા માટે સ્પ્રે કુલીંગ સિસ્ટમ બનાવી છે. જેમાં પાણીની બોટલ સાથેની પાઇપમાં જૂદા જૂદા અંતરે ખૂબ નાના સ્પ્રે સાથે મોટરનું કનેક્શન છે. મોટર અને સ્પ્રે બિલ્ડિંગના પેસેઝમાં પાણીના છંટકાવ દ્વારા ગરમીનું પ્રમાણ ઘટાડે છે. અને તાપમાનમાં ચાર ડીગ્રી સુધીનો ઘટાડો કરે છે. - પૂનમ પરમાર - ઇસી વિભાગ



from Gujarat samachar-plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Zx1hT3
via Latest Gujarati News

Post a Comment

0 Comments