અમદાવાદના વિસ્તારમાં ફરીને બિન ઉપયોગી વસ્તુઓ એકઠી કરી શાળાના વિદ્યાર્થીને પહોંચાડે છે


આચાર્ય ચાણક્યની ઉક્તિ છે 'શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદ મેં પલતે હૈ' આ વાક્યને સાચા અર્થમાં ચરિતાર્થ કરતા વિશાલભાઇ છેલ્લા છ વર્ષથી પોતાની શાળા અને ગામની આસપાસ રહેતા લોકો માટે અવિરત સેવા કરી રહ્યા છે. મહેમદાવાદ તાલુકાના છાપરા ગામે શિક્ષક તરીકે ફરજ બજાવતા વિશાલ પરીખ મણિનગરની દક્ષિણી સોસાયટીમાં રહે છે. 

તેઓ કહે છે કે ''છાપરા ગામની પ્રાથમિક શાળાને મારું ઘર છે અને વિદ્યાર્થીઓની સમસ્યાની મારી પોતાની છે.''

જ્યારે તેઓ શાળામાં શિક્ષક તરીકે જોડાયા ત્યારે તેમને મતદાન યાદી સુધારણાનું કામ આપવામાં આવ્યું હતું અને તેઓ જ્યારે ગામમાં ગયા ત્યારે વિદ્યાર્થીઓની અને બીજા લોકોની સ્થિતિ સારી ન હતી જેથી મનમાં એમના માટે કંઇક કરવાનો વિચાર કર્યો.  તેઓ રોજ ૭૦ કિલોમીટર અંતર કાપે છે અને ઘરે આવ્યા બાદ નિયમિત સાંજે ૬થી ૯  સુધી અમદાવાદના મણિનગર, પાલડી, આંબાવાડી, સેટેલાઇટ, નારણપુરા, ચાંદખેડાની સોસાયટીમાં ઘરે ઘરે ફરીને ન ઉપયોગી વસ્તુ કપડા, વાસણ, શૈક્ષણિક ચીજવસ્તુ, બૂટ વગેરે મેળવીને તેને શાળાના વિદ્યાર્થીઓ, વિધવા બહેનો અને શારીરિક અશક્ત લોકોને વહેંચે છે. આ ઉપરાંત તેઓ આ જરૃરિયાતમંદ પરિવાર માટે કરિયાણું અને બીજી જીવન જરૃરિયાતની વસ્તુઓ પણ મેળવી આપે છે. 

નોકરી મળી ત્યારથી જ જરૃરિયાતમંદ વિદ્યાર્થીઓની સેવા કરવાનું વ્રત લીધેલું  

અભ્યાસ પૂર્ણ કરતાં જ મને શિક્ષકની નોકરી મળી ત્યારે મેં નક્કી કેરલું કે હું જીવનભર શાળાના જરૃરિયાતમંદ વિદ્યાર્થીઓની સેવા કરતો રહીશ અને તેમને સારો અભ્યાસ કરાવીને સારી નોકરી મળે તેવા પ્રયત્નો કરતો રહીશ. મારા પરિવારમાં કોઇનો જન્મ દિવસ હોય તો તેની ઉજવણી અમે આવા વિદ્યાર્થીઓ સાથે કરીને તેમને પ્રોત્સાહન આપીએ છીએ.

સેવાકાર્યને પોતાના જીવનનો મંત્ર બનાવી દીધો 

સોસાયટી તેમજ કોઇ વ્યક્તિએ આપેલી સામગ્રી વધુ પડતી થઇ જતી હોવાને લીધે તેમને લઇ જવામાં તકલીફ પડતી હોવાને લીધે તેમને કાર ખરીદી છે, જેમાં લઇને તેઓ શાળા સુધી પહોંચાડે છે. છેલ્લાં છ વર્ષમાં તેમની શાળામાં અને આજુબાજુની દસ શાળામાં ૫૦ હજારથી વધુ કપડા અને શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કર્યું છે અને તેમની પ્રેરણાથી પ્રેરાઇને વડોદરાના કોઇ જાગ્રુત વ્યક્તિ દ્વારા ૬૭ વ્યક્તિને દર અમાસે ૧૦ કિલોગ્રામ બાજરી અને ૩ કિલોગ્રામ ચોખા આપ્યા છે. તેમજ બીજા કોઇ વ્યકિતએ શાળાના વિદ્યાર્થીઓને સાઇકલ વિતરણ કરી હતી. 

અત્યાર સુધી ૨૦ લાખ રૃપિયાની કિંમતની સામગ્રી એકત્ર કરી વિતરણ કરી ચૂક્યા છે

સાંજે ૬ થી ૯  સુધી મણિનગર, પાલડી, આંબાવાડી, સેટેલાઇટ, નારણપુરા, ચાંદખેડા જેવા વિસ્તારમાં ફરી વસ્તુઓ એકઠી કરે છે.

મણિનગરમાં રહેતા વિશાલ ૫રીખ છેલ્લા છ વર્ષથી આ સેવા કાર્ય અવિરત કરી રહ્યા છે



from Gujarat samachar-plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UDMnHc
via Latest Gujarati News

Post a Comment

0 Comments