ફોરેન ફંડોની ફરી એપ્રિલ વલણના અંત પૂર્વે બેંકિંગ, ઓઈલ, આઈટી શેરોમાં તેજી : સેન્સેક્સ 490 પોઈન્ટની છલાંગે 39055

મુંબઈ, તા. 24 એપ્રિલ, 2019, બુધવાર

ફયુચર્સ એન્ડ ઓપ્શન્સ(એફ એન્ડ ઓ)માં આવતીકાલે ગુરૂવારે એપ્રિલ વલણનો અંત આવતાં  પૂર્વે આજે ફંડોએ શેરોમાં ઓલ રાઉન્ડ તોફાની તેજી કરી મૂકીને સેન્સેક્સને ૩૯૦૦૦ અને નિફટીને ૧૧૭૦૦ની સપાટી પાર કરાવી હતી. ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ વધ્યામથાળેથી સાધારણ ઘટી આવીને આજે સાંજે બ્રેન્ટ ક્રુડ ૭ સેન્ટ ઘટીને ૭૪.૪૪ ડોલર અને નાયમેક્ષ ક્રુડ ૨૩ સેન્ટ ઘટીને ૬૬.૦૭ ડોલર થઈ જવા સામે રૂપિયા સામે અમેરિકી ડોલર ૨૫ પૈસા વધીને રૂ.૬૯.૮૭ થઈ જવા છતાં ફંડોએ ભારતમાં યોજાઈ રહેલી લોકસભા ચૂંટણીમાં ગઈકાલે યોજાયેલા ત્રીજા તબક્કાના મતદાન બાદ દેશમાં ફરી સ્પષ્ટ બહુમતી સાથે સ્થિર સરકાર રચાવાની અપેક્ષાએ આજે શેરોમાં ઓલ રાઉન્ડ તેજી કરી મૂકી હતી. શેરોમાં ઈન્ડેક્સ બેઝડ આજે ફંડો, મહારથીઓએ આરંભમાં છેતરામણી ચાલે સાંકડી વધઘટ બાદ નરમાઈ તરફી ઝોક બતાવીને ખેલંદાઓને મંદીમાં લાવવાનો પ્રયાસ કર્યા બાદ ઓઈલ-ગેસ, બેંકિંગ, આઈટી-સોફટવેર સર્વિસિઝ, પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં ફંડોની આક્રમક તેજીએ સેન્સેક્સ ૪૮૯.૯૦ પોઈન્ટની છલાંગે ૩૯૦૫૪.૬૮ અને નિફટી સ્પોટ ૧૫૦.૨૦ પોઈન્ટ ઉછળીને ૧૧૭૨૬.૧૫ બંધ રહ્યા હતા. આ તોફાની તેજી સાથે આજે રોકાણકારોની સંપતિ-બજારનું કુલ માર્કેટ કેપિટલાઈઝેન રૂ.૧.૪૫ લાખ કરોડ વધીને રૂ.૧૫૩.૧૯ લાખ કરોડ પહોંચી ગયું હતું.

સેન્સેક્સ ૩૯૦૦૦ની સપાટી કુદાવી : ઈન્ટ્રા-ડે ૫૩૦ પોઈન્ટ ઉછળીને ૩૯૦૯૫ થઈ અંતે ૪૯૦ પોઈન્ટ વધીને ૩૯૦૫૫

ટ્રેડીંગની શરૂઆત આજે મજબૂતીએ થઈ હતી. સેન્સેક્સ આગલા બંધ ૩૮૫૬૪.૮૮ સામે ૩૮૬૭૨.૬૩ મથાળે ખુલીને આરંભમાં મજબૂતી બાદ ઓટોમોબાઈલ શેરોમાં ટાટા મોટર્સ, હીરો મોટોકોર્પ, મારૂતી સુઝુકી સહિતમાં વેચવાલીએ અને કોલ ઈન્ડિયા, એક્સીસ બેંક, પાવર ગ્રીડ કોર્પમાં વેચવાલીએ એક તબક્કે નીચામાં ૩૮૫૭૧ સુધી આવી ગયો હતો. જે ઘટયામથાળેથી પાછો ફરીને ઓઈલ-ગેસ શેરોમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ઓએનજીસી સહિતમાં ફંડોની આક્રમક લેવાલી થતાં અને બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ઈન્ડસઈન્ડ બેંક, યશ બેંક, બજાજ ફાઈનાન્સ, એચડીએફસી બેંક, એચડીએફસી લિમિટેડ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, આઈસીઆઈસીઆઈ બેંક, કોટક મહિન્દ્રા બેંક સાથે આઈટી-સોફટવેર સર્વિસિઝ શેરોમાં એચસીએલ ટેકનોલોજી, ટીસીએસ, ઈન્ફોસીસ સહિતમાં ફંડો રૂપિયા સામે અમેરિકી ડોલરની મજબૂતીએ લેવાલ રહેતાં અને ભારતી એરટેલ, બજાજ ઓટો, એશીયન પેઈન્ટસ, આઈટીસી, લાર્સન એન્ડ ટુબ્રો, હિન્દુસ્તાન યુનિલિવર, વેદાન્તા, ટાટા સ્ટીલ સહિતમાં લેવાલીએ એક તબક્કે ૫૩૦.૪૭ પોઈન્ટ ઉછળીને ઉપરમાં ૩૯૦૫૪.૬૮ સુધી પહોંચી જઈ અંતે ૪૮૯.૯૦ પોઈન્ટ ઉછળીને ૩૯૦૫૪.૬૮ બંધ રહ્યો હતો.

નિફટી સ્પોટ ફરી ૧૧૭૦૦ની સપાટી કુદાવી : ઉપરમાં ૧૧૭૪૦ થઈ અંતે ૧૫૦ પોઈન્ટ ઉછળીને ૧૧૭૨૬

એનએસઈનો નિફટી સ્પોટ આગલા બંધ ૧૧૫૭૫.૯૫ સામે ૧૧૬૦૧.૫૦ મથાળે ખુલીને આરંભમાં મજબૂતી બાદ ઓટોમોબાઈલ શેરોમાં ટાટા મોટર્સ, હીરો મોટોકોર્પ, મારૂતી સુઝુકી સાથે કોલ ઈન્ડિયા, સિપ્લા,  બ્રિટાનીયા, એક્સીસ બેંક, પાવર ગ્રીડ કોર્પ સહિતમાં વેચવાલીએ મોટાભાગનો સુધારો ધોવાઈ જઈ નીચામાં ૧૧૫૭૮.૮૫ સુધી આવી ગયો હતો. જે ઘટયામથાળેથી પાછો ફરીને ઓઈલ-ગેસ શેરોમાં બીપીસીએલ, ઓએનજીસી, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, આઈઓસીમાં ફંડોએ મોટી તેજી કરતાં અને બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ઈન્ડસઈન્ડ બેંક, યશ બેંક, એચડીએફસી લિમિટેડ, એચડીએફસી બેંક, સ્ટેટ બેંક, બજાજ ફિનસર્વ, બજાજ ફાઈનાન્સ, આઈસીઆઈસીઆઈ બેંક, ઈન્ડિયાબુલ્સ હાઉસીંગ ફાઈનાન્સ તેમ જ આઈટી શેરોમાં એચસીએલ ટેકનોલોજી, ટીસીએસ, ઈન્ફોસીસ, ટેક મહિન્દ્રા તેમ જ ઝી, ટાઈટન, અલ્ટ્રાટેક સિમેન્ટ, ગ્રાસીમ, એશીયન પેઈન્ટસ સહિતમાં લેવાલીએ એક તબક્કે ૧૧૭૦૦ની સપાટી કુદાવી ઉપરમાં ૧૧૭૪૦.૮૫ સુધી જઈ અંતે ૧૫૦.૨૦ પોઈન્ટ વધીને ૧૧૭૨૬.૧૫ બંધ રહ્યો હતો.

એપ્રિલ વલણના અંત પૂર્વે નિફટી ૧૧,૭૦૦નો કોલ ઉછળીને ૪૨.૯૫ : નિફટી ૧૧,૬૦૦નો પુટ ૫૨.૬૫ થી તૂટીને ૩.૩૦

ડેરિવેટીવ્ઝમાં આવતીકાલે એપ્રિલ વલણના અંત પૂર્વે ફંડોએ આજે એકાએક આક્રમક તેજી કરી મૂકીને ખેલંદાઓને મંદીમાં લાવીને ટ્રેપમાં લેવાના પ્રયાસ કરાયા હતા. નિફટી ૧૧,૭૦૦નો કોલ ૬,૭૨,૩૦૨ કોન્ટ્રેકટસમાં રૂ.૫૯,૧૦૪.૧૬ કરોડના કામકાજે ૧૨.૧૦ સામે ૧૨ મથાળે ખુલીને નીચામાં ૬.૧૫ થઈ વધીને ૬૩.૩૦ સુધી પહોંચી અંતે ૪૨.૯૫ રહ્યો હતો. નિફટી ૧૧,૬૦૦નો પુટ ૬,૦૪,૫૯૩ કોન્ટ્રેકટસમાં રૂ.૫૨,૭૦૪.૫૬ કરોડના કામકાજે ૫૨.૬૫ સામે ૪૧.૮૦ મથાળે ખુલીને ઉપરમાં ૪૮.૭૫ સુધી જઈ તૂટીને ૩.૨૦ સુધી આવી અંતે ૩.૩૦ રહ્યો હતો. નિફટી ૧૧,૬૦૦નો કોલ ૪,૯૩,૯૩૪ કોન્ટ્રેકટસમાં રૂ.૪૩,૧૬૫.૧૫ કરોડના કામકાજે ૩૮.૦૫ સામે ૪૪.૪૫ મથાળે ખુલીને નીચામાં ૨૭.૬૫ થઈ વધીને ૧૫૨.૦૫ સુધી પહોંચી અંતે ૧૨૮.૯૫ રહ્યો હતો. નિફટી ૧૧,૫૦૦નો પુટ ૩,૯૮,૧૬૭ કોન્ટ્રેકટસમાં રૂ.૩૪,૩૬૨.૫૦ કરોડના કામકાજે ૧૮.૧૫ સામે ૯ મથાળે ખુલીને ઉપરમાં ૧૩.૮૦ સુધી જઈ નીચામાં ૧.૮૫ સુધી આવી અંતે ૧.૯૦ રહ્યો હતો.

બેંક નિફટી એપ્રિલ ફયુચર ૨૯,૫૨૫ થી ઉછળીને ૨૯,૮૭૫ : નિફટી એપ્રિલ ફયુચર ૧૧,૫૮૬ થી વધીને ૧૧,૭૩૨

બેંક નિફટી ફયુચર ૧,૫૫,૨૦૧ કોન્ટ્રેકટસમાં રૂ.૯૨૦૬.૨૮ કરોડના કામકાજે ૨૯,૫૨૫.૨૫ સામે ૨૯,૫૪૯.૪૦ મથાળે ખુલીને નીચામાં ૨૯,૪૨૬.૬૦ સુધી આવી વધીને ૨૯,૯૫૮ થઈ અંતે ૨૯,૮૭૫.૩૦ રહ્યો હતો. બેંક નિફટી મે  ફયુચર ૫૬,૩૦૩ કોન્ટ્રેકટસમાં રૂ.૩૩૬૧.૮૬ કરોડના કામકાજે ૨૯,૬૯૫.૯૦ સામે ૨૯,૭૭૫.૫૫ ખુલીને નીચામાં ૨૯,૬૨૫.૯૦ થઈ વધીને ૩૦,૧૩૪.૯૦ સુધી જઈ અંતે ૩૦,૦૬૨.૮૫ રહ્યો હતો. નિફટી એપ્રિલ ફયુચર ૧,૪૬,૫૩૧ કોન્ટ્રેકટસમાં રૂ.૧૨,૭૯૮.૩૪ કરોડના કામકાજે ૧૧,૫૮૬.૪૦ સામે ૧૧,૬૦૨.૩૦ મથાળે ખુલીને નીચામાં ૧૧,૫૭૯.૦૫ થઈ વધીને ૧૧,૭૫૬ સુધી જઈ અંતે ૧૧,૭૩૨.૭૫ રહ્યો હતો. નિફટી મે ફયુચર ૧૧,૬૬૬.૮૫ સામે ૧૧,૬૮૦ મથાળે ખુલીને નીચામાં ૧૧,૬૬૫ થઈ વધીને ૧૧,૮૪૧.૧૫ સુધી જઈ અંતે ૧૧,૮૨૩.૮૦ રહ્યો હતો. 

ક્રુડ બ્રેન્ટ ૭૪.૪૪ ડોલર : ઓઈલ શેરોમાં તેજી : એચપીસીએલ, બીપીસીએલ, ઓએનજીસી, આઈઓસી, રિલાયન્સ વધ્યા

ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ઈરાન પરના અમેરિકાના આર્થિક પ્રતિબંધોમાં ભારત, ચાઈના, જાપાન સહિતના દેશોને આપવામાં આવેલી રાહતને નહીં લંબાવવાના સંકેતે ભારત સહિતને ઈરાન પાસેથી ઓઈલની આયાત બંધ કરવી પડે એવી શકયતાએ બ્રેન્ટ ક્રુડ ૭૫ ડોલર નજીક પહોંચી ગયા બાદ આજે સાધારણ ઘટીને બ્રેન્ટ ૭૪.૪૪ ડોલર થઈ જવા છતાં અને રૂપિયા સામે અમેરિકી ડોલર ૨૫ પૈસા વધીને રૂ.૬૯.૮૭ થઈ જવા છતાં આજે ફંડોની ઓઈલ-ગેસ શેરોમાં લેવાલી રહી હતી. એચપીસીએલ રૂ.૧૪.૪૫ વધીને રૂ.૨૬૮.૩૫, બીપીસીએલ રૂ.૧૨.૧૫ વધીને રૂ.૩૪૮.૫૦, ઓએનજીસી રૂ.૪.૭૫ વધીને રૂ.૧૬૮.૭૦, આઈઓસી રૂ.૪.૧૫ વધીને રૂ.૧૫૩.૮૦, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૨૬.૭૦ વધીને રૂ.૧૩૯૦, ગેઈલ રૂ.૬.૨૦ વધીને રૂ.૩૪૫.૫૫ રહ્યા હતા. 

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં તેજી : ઈન્ડસઈન્ડ, યશ બેંક, સ્ટેટ બેંક, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ, રિલાયન્સ કેપિટલ વધ્યા

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ફંડોની આજે ફરી વ્યાપક લેવાલી નીકળી હતી. ઈન્ડસઈન્ડ બેંક રૂ.૪૫.૫૫  વધીને રૂ.૧૭૦૦.૧૫, યશ બેંક રૂ.૬.૩૦ વધીને રૂ.૨૩૯.૧૫, બેંક ઓફ બરોડા રૂ.૨.૦૫ વધીને રૂ.૧૨૫.૧૦, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૫.૦૫ વધીને રૂ.૩૧૦.૭૦, એચડીએફસી બેંક રૂ.૩૩.૮૫ વધીને રૂ.૨૨૭૯.૫૦, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૪.૭૦ વધીને રૂ.૪૦૧.૦૫, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૪.૭૦ વધીને રૂ.૪૦૧.૦૫, કોટક બેંક રૂ.૧૧ વધીને રૂ.૧૩૭૦, મહારાષ્ટ્ર બેંક રૂ.૧.૮૨ વધીને રૂ.૧૮.૦૭, રિલાયન્સ કેપિટલ રૂ.૧૧.૫૫ વધીને રૂ.૧૫૫.૩૫, ગૃહ ફાઈનાન્સ રૂ.૧૬.૧૦ વધીને રૂ.૩૧૩.૮૦, બંધન બેંક રૂ.૨૮.૦૫ વધીને રૂ.૬૦૩.૬૦, ભારત ફિન રૂ.૩૭.૨૫ વધીને રૂ.૧૦૬૭.૮૦, ડીસીબી બેંક રૂ.૫.૭૫ વધીને રૂ.૨૧૨.૮૦, ઓરિએન્ટલ બેંક રૂ.૨.૩૫ વધીને રૂ.૧૦૧.૪૦, એચડીએફસી લિમિટેડ રૂ.૪૩.૨૫ વધીને રૂ.૧૯૭૯.૧૫, બજાજ ફિનસર્વ રૂ.૧૪૬.૩૫ વધીને રૂ.૭૬૪૭.૩૫, બજાજ ફાઈનાન્સ રૂ.૫૬.૫૦ વધીને રૂ.૩૦૯૨, લક્ષ્મી વિલાસ બેંક રૂ.૧.૪૦ વધીને રૂ.૭૯.૭૦, બેંક ઓફ ઈન્ડિયા રૂ.૧.૬૦ વધીને રૂ.૯૩.૦૫, મહિન્દ્રા ફાઈનાન્સ રૂ.૯.૨૫ વધીને રૂ.૪૩૩.૨૦, રેપકો હોમ રૂ.૯.૮૦ વધીને રૂ.૪૩૫.૧૫, કર્ણાટક બેંક રૂ.૨.૧૫ વધીને રૂ.૧૨૮.૯૫, ઈન્ડિયન બેંક રૂ.૫.૦૫ વધીને રૂ.૨૫૭.૫૦ રહ્યા હતા. 

ડોલર ૨૫ પૈસા ઉછળીને રૂ.૬૯.૮૭ : આઈટી શેરોમાં તેજી : એચસીએલ ટેકનોલોજી, ટીસીએસ, ઈન્ફોસીસ, ટેક મહિન્દ્રા વધ્યા

રૂપિયા સામે અમેરિકી ડોલર આજે ૨૫ પૈસા વધીને રૂ.૬૯.૮૭ થઈ જવા સાથે આઈટી-સોફટવેર સર્વિસઝ શેરોમાં ફંડોની લેવાલી રહી હતી. એચસીએલ ટેકનોલોજી રૂ.૩૭.૫૦ વધીને રૂ.૧૧૪૦.૫૦, ટેક મહિન્દ્રા રૂ.૧૪.૮૦ વધીને રૂ.૮૧૮.૬૦, ટીસીએસ રૂ.૨૭.૭૫ વધીને રૂ.૨૧૮૫.૪૫, ઓરેકલ ફિનસર્વ રૂ.૨૭.૭૦ વધીને રૂ.૩૫૩૭.૪૫, એમ્ફેસીસ રૂ.૫.૩૦ વધીને રૂ.૯૬૮.૧૦, માઈન્ડટ્રી રૂ.૩.૩૫ વધીને રૂ.૯૭૯.૧૦, ઈન્ફોસીસ રૂ.૮.૫૫ વધીને રૂ.૭૩૬.૪૦ રહ્યા હતા.

પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં પસંદગીની તેજી : સીજી  પાવર,  એલજી ઈક્વિપમેન્ટ, હવેલ્સ, લાર્સન, સિમેન્સ વધ્યા

પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં આજે ફંડોની પસંદગીની લેવાલી રહી હતી. સીજી પાવર રૂ.૨.૮૦ વધીને રૂ.૩૭.૬૫, એલજી ઈ ક્વિપમેન્ટ રૂ.૯.૩૦ વધીને રૂ.૨૭૦.૮૦, હવેલ્સ ઈન્ડિયા રૂ.૧૨.૭૦ વધીને રૂ.૭૭૪.૪૦, લાર્સન એન્ડ ટુબ્રો રૂ.૧૨.૩૦ વધીને રૂ.૧૩૬૦.૩૫, સિમેન્સ રૂ.૮.૫૦ વધીને રૂ.૧૧૭૬.૨૦, લક્ષ્મી મશીન વર્કસ રૂ.૯.૨૦ વધીને રૂ.૫૯૨૧ રહ્યા હતા. 

ઈન્ડેક્સ બેઝડ તેજી છતાં સ્મોલ, મિડ કેપ શેરોમાં મર્યાદિત તેજી : ૧૨૫૩ શેરો વધ્યા : ૧૫૫  શેરોમાં મંદીની સર્કિટ

ઈન્ડેક્સ બેઝડ આજે મોટી તેજી થયા છતાં સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં મર્યાદિતી લેવાલી રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૬૫૪ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૨૫૩ અને ઘટનારની સંખ્યા ૧૨૫૦ રહી હતી. ૧૫૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ સામે ૧૧૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ રહી હતી. 

FIIની કેશમાં રૂ.૯૭૫ કરોડ, ફયુચર્સમાં રૂ.૮૨૪ કરોડની ચોખ્ખી ખરીદી : DIIની રૂ.૬૫૭ કરોડની ચોખ્ખી વેચવાલી

એફઆઈઆઈ-વિદેશી સંસ્થાકીય રોકાણકારો, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈની આજે-બુધવારે કેશમાં રૂ.૯૭૪.૮૮ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૫૨૩૫.૧૬ કરોડની ખરીદી સામે કુલ રૂ.૪૨૬૦.૨૮ કરોડની વેચવાલી થઈ હતી. એફઆઈઆઈની આજે ફયુચર્સમાં કુલ રૂ.૮૨૩.૫૬ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી. જેમાં ઈન્ડેક્સ ફયુચર્સમાં રૂ.૪૪૧.૪૪ કરોડ અને સ્ટોક ફયુચર્સમાં રૂ.૩૮૨.૧૨ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૬૫૭.૦૬ કરોડની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૩૧૮૧.૭૭ કરોડની ખરીદી સામે કુલ રૂ.૩૮૩૮.૮૩ કરોડની વેચવાલી થઈ હતી. 

રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૧.૪૫ લાખ કરોડ વધીને રૂ.૧૫૩.૧૯ લાખ કરોડ પહોંચ્યું

શેરોમાં ઈન્ડેક્સ બેઝડ આક્રમક તેજી સાથે આજે રોકાણકારોની કુલ સંપતિ-બીએસઈમાં  લિસ્ટેડ કંપનીઓના શેરોનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૧.૪૫  લાખ કરોડ વધીને રૂ.૧૫૩.૧૯ લાખ કરોડ પહોંચ્યું હતું. 



from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2W3STbR
via Latest Gujarati News

Post a Comment

0 Comments