મુંબઈ, તા. 24 એપ્રિલ, 2019, બુધવાર
મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે સિંગતેલના હાજર ભાવ ૧૦ કિલોના રૂ.૯૯૫ના મથાળે અથડાતા હતા. જ્યારે રાજકોટ બાજુ ભાવ રૂ.૯૬૦થી ૯૭૫ તથા ૧૫ કિલોના ભાવ રૂ.૧૫૩૦થી ૧૫૫૦ રહ્યા હતા. કોટન વોશ્ડના ભાવ રૂ.૭૦૫થી ૭૦૮ તથા મુંબઈ બજારમાં કપાસિયા તેલના ભાવ રૂ.૭૫૨ થઈ રૂ.૭૫૦ બોલાયા હતા.
મુંબઈ બજારમાં પામતેલના ભાવ હવાલા રિસેલના રૂ.૬૧૫તથા જેએનપીટીના રૂ.૬૧૦ હતા. રૂ.૬૦૮થી ૬૧૫ના ભાવોએ વિવિધ ડિલીવરીમાં મળીને પામતેલમાં આશરે ૫૦૦ ટનના વેપાર થયા હતા. ક્રૂડ પામ ઓઈલ સીપીઓ કંડલાના ભાવ રૂ.૫૩૬ હતા. જ્યારે સીપીઓ વાયદાના ભાવ નીચામાં રૂ.૫૩૪ તથા ઉંચામાં રૂ.૫૪૧ રહી સાંજે રૂ.૫૩૯.૫૦ બોલાયા હતા. મુંબઈ હાજર બજારમાં સોયાતેલના ભાવ ડિગમના રૂ.૭૦૦ તથા રિફા.ના રૂ.૭૩૨ વાળા ૭૩૫ હતા.
સોયાતેલ વાયદાના ભાવ રૂ.૭૩૫.૭૦ થયા પછી ઉંચામાં રૂ.૭૪૩.૫૦ થઈ સાંજે ભાવ રૂ.૭૪૨.૫૦ બોલાયા હતા. મુંબઈ હાજર બજારમાં મસ્ટર્ડના ભાવ રૂ.૭૫૫ જ્યારે સનફલાવરના ૭૧૦ વાળા ૭૧૫ તથા રિફા.ના રૂ.૭૬૫ હતા. કોપરેલના ભાવ૧૦ કિલોના રૂ.૧૧૮૦ રહ્યા હતા. દિવેલના હાજરભાવ આજે વધુ રૂ.૧૧ ઉછળી કોમર્શિયલના રૂ.૧૧૬૦, એફએસજીના રૂ.૧૧૫૦ બોલાયા હતા.
જ્યારે મુંબઈએરંડાના હાજર ભાવ રૂ.૫૫૯૫ વાળા રૂ.૫૬૫૦ બોલાયા હતા. મુંબઈ ખોળ બજારમાં સિંગખોળના ભાવ ટનના રૂ.૫૦૦ ઘટી રૂ.૨૫૫૦૦ હતા. સોયાખોળના ભાવ રૂ.૩૩૦૭૫થી ૩૩૦૮૦ વાળા રૂ.૩૩૧૮૦થી ૩૩૧૮૫ બોલાયા હતા. જોકે અન્ય ખોળો શાંત હતા.
દરમિયાન અમેરિકામાં શિકાગો સોયાતેલ વાયદો ઓવરનાઈટ ૬૩થી ૬૪ પોઈન્ટ માઈનસમાં રહ્યા હતા. ત્યાં સોયાખોળનો વાયદો ૧૪થી ૧૫ પોઈન્ટ નરમ હતો જ્યારે સોયાબીનનો વાયદો ઓવરનાઈટ ૬૨, ૫૬ તથા૪૮ પોઈન્ટ તૂટયાના વાવડ હતા. ચીન અને અમેરિકા વચ્ચે વેપાર મંત્રણાઓ જો કે આગળ વધી રહી છે તથા ૩૦મી એપ્રિલના રોજ ચીનમાં ફરી બન્ને દેશોના પ્રતિનિધિઓ મળવાના છે. આમ છતાં અમેરિકાના કૃષી બજારો ઓવરનાઈટ ગબડતાં ખેલાડીઓ આશ્ચર્ય બતાવી રહ્યા હતા. મલેશિયામાં ક્રૂડ પામ ઓઈલ સીપીઓનું ઉત્પાદન ચાલુ મહિનાના પ્રથમ ૨૦ દિવસમાં આશરે ૦.૩૦થી ૦.૩૫ ટકા ઘટયાની ચર્ચા વિશ્વ બજારમાં સંભળાઈ હતી.
ઘરઆંગણે મગફળીની આવકો ગોંડલ બાજુ આશરે ૮હજાર ગુણી તથા રાજકોટ બાજુ ૪૫૦૦ ગુણી નોંધાઈ હતી તથા મથકોએ મગફળીના હાજરભાવ ૨૦ કિલોના જાતવાર નીચામાં રૂ.૮૨૫થી ૮૫૦ તથા ઉંચામાં રૂ.૯૪૦થી ૯૫૦ રહ્યા હતા. સિંગદાણામાં હાલ ઓલ ઈન્ડિયા આવકો અપેક્ષાથી ઓછી રહી છે સામે દરિયાપારની માગ વધતાં ભાવ મક્કમ રહ્યાના સમાચાર હતા. વિશ્વ બજારમાં સોયાબીનના ભાવ ગબડી ૭ મહિનાના તળિયે ઉતરી ગયા છે. ભાવ ગબડતાં હવે અમેરિકામાં સોયાબીન માટે નિકાસ માગવધવાની શક્યતા બતાવી રહ્યા હતા. જોકે અમેરિકામાં સોયાબીનનો માલભરાવો ઉંચો રહ્યાની ચર્ચા હતી.
વિશ્વ બજારમાં સન ફલાવરના ભાવ સીઆઈએફ ધોરણે કાચા તેલના વિવિધ ડિલીવરીઓના ૭૨૨.૫૦થી ૭૨૭.૫૦ ડોલર રહ્યા હતા. મલેશિયામાં આજે પામતેલનો વાયદો નજીકની ડિલીવરીમાં ૧થી ૫ પોઈન્ટ નરમ હતો જ્યારે દૂરની ડિલીવરીના ભાવ ૩થી ૪ પોઈન્ટ પ્લસમાં હતા. ત્યાં પામ પ્રોડકટના ભાવ જોકે અઢીથી પાંચ ડોલર વધી આવ્યાના સમાચાર હતા. અમેરિકા શિકાગો સોયાતેલ વાયદાનું પ્રોજેકશન સાંજે ૧૪થી ૧૫ પોઈન્ટ પ્લસમાં રહ્યાના નિર્દેશો હતા.
મગફળી બજારમાં નાફેડના વેચાણ પર વેપારીઓની નજર રહી હતી. નાફેડ પાસે જૂની મગફળી આશરે દોઢ લાખ ટન તથા નવી ચાલુ વર્ષની સાડા ચાર લાખ ટન પડી હોવાનો અંદાજ જાણકારો જણાવી રહ્યા હતા. એરંડા વાયદો ઉછળતાં સાંજે એરંડા મે વાયદાના ભાવ રૂ.૧૫૪ ઉંચા હતા. જૂનના ભાવ રૂ.૧૭૬ ઉછળ્યા હતા. સોયાતેલ વાયદો સાંજે રૂ.૪.૩૫થી ૫.૪૦ ઉંચો હતો.
શિકાગો પ્રોજેકશનના ભાવ આજે સાંજે સોયાખોળ તથા સોયાબીન વાયદાના પ્લસમાં હતા. જ્યારે ન્યુયોર્ક કોટનના ભાવ પ્રોજેકશનમાં સાંજે માઈનસમાં રહ્યા હતા.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2DrV5CD
via Latest Gujarati News
0 Comments