(પીટીઆઇ) દેવબંદ, તા.7 એપ્રિલ, 2019, રવિવાર
બ્રિટિશરોના શાસન કરતાં ભાજપના નેતૃત્વ હેઠળની એનડીએની સરકારે સમાજને વધુ વિભાજીત કર્યો હોવાનો મોદી સરકાર પર આક્ષેપ કરી સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે આજે કહ્યું હતું કે લોકો એ નક્કી કરી રાખ્યું છે કે આ વખતની લોકસભાની ચૂંટણી મહાપરિવર્તન લાવીશું.
પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં સપા-બસપા-રાલોદના સંયુક્ત પ્રચારનો પ્રારંભ કરતા તેમણે ભાજપના નેતાઓને નવરાત્રીના પવિત્ર તહેવારમાં જુઠ નહીં બોલવા સૌગંધ લેવા સલાહ આપી હતી.
૨૦૧૪ની લોકસભાની ચૂંટણીનો ઉલ્લેખ કરીને સપાના નેતાએ કહ્યું હતું કે મોદી ચા વાળા તરીકે આવ્યા હતા અને અમે અચ્છે દિન અને વર્ષે બે કરોડ નોકરીઓ આપશે એ માટે તેમને માની પણ ગયા, પરંતુ હવે આ વખતે ફરીથી લોકસભાની ચૂંટણી આવી છે ત્યારે અમે દરેક ચોકીદારની ચોકી ખેંચી લઇશું.'આ વખતે અમે સૌ ભેગા થઇને સૌની ચોકીએ ખેંચી લઇશું'એમ સપાના યુવા નેતાએ કહ્યું હતું.
સમાજવાદી પાર્ટીના સ, રાષ્ટ્રીય લોકદળના રા અને બહુજન સમાજ પાર્ટીના બને ભેગા કરીને મોદીએ બનાવેલા 'સરાબ'નો ઉલ્લેખ કરીને અખિલેશે કહ્યું હતું કે 'અમારા જોડાણને 'મહા મિલાવટ' કહેનારાઓ ખરેખર તો પોતે જ સત્તાના શરાબના નશામાં ડુબી ગયા છે'.તેમણે ભાજપ પર વચનો ભુલી જવાનો આરોપ મૂક્યો હતો અને કહ્યું હતું કે સપા-બસપા-રાલોદ જોડાણ દેશને એક નવી સરકાર આપશે અને એક નવો વડા પ્રધાન આપશે.
સમાજવાદી પાર્ટીના નેતાઓ કહ્યું હતું કે રામ મનોહર લોહિયા અને કાંશીરામના સપનાને અમે સાકાર કરીશું. 'આગામી ચૂંટણી મહાપરિવર્તન લાવશે. આ જોડાણ એક નવી સરકાર અને એક નવા વડા પ્રધાન આપવા માટેનું છે'એમ તેમણે કહ્યું હતું.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2U29cUr
via Latest Gujarati News
0 Comments