(પીટીઆઇ) દેવબંદ, તા.7 એપ્રિલ, 2019, રવિવાર
રાષ્ટ્રીય લોક દળ (આરએલડી)ના વડા અજીત સિંહે આજે મોદી પર જોરદાર પ્રહાર કરતાં કહ્યું હતું કે મોદી જ્યારે અચ્છે દિનની વાત કરતા હતા તો પોતાના સારા દિવસોની વાત કરતા હતા, દેશની પ્રજાના નહીં. સપા-બસપા-રાલોદ મહાગઠબંધનના ટોચના નેતાઓની હાજરી વાળી આ જંગી સભામાં તેમણે પ્રચારની શરૃઆત કરી હતી. ૧૧એપ્રિલે થનાર પ્રથમ તબક્કાની ચૂંટણીનો તેમણે આજે પ્રારંભ કર્યો હતો.
'મોદીએ પાંચ વર્ષમાં શું કર્યું છે? તેઓ પ્રજાના અચ્છે દિનની વાત કરતા નહતા, બલકે પોતાના અચ્છે દિનની વાત કરતા હતા'એમ તેમણે કહ્યું હતું. રેલીમાં જંગી હાજરીથી અતિ ઉત્સાહી બની ગયેલા જાણીતા જાટ નેતા અજીત સિંહે કહ્યું હતું કે તમારી જંગી હાજરી જ સાબીત કરે છે કે શાસક ભાજપની હાર નક્કી છે, એટલું જ નહીં બલકે આ વખતે તો ભાજપના સુપડા સાફ થઇ જશે.
'ભાજપ માત્ર હારશે જ નહીં, બલકે આ વિસ્તારમાંથી એના પોટલા બિસ્તરા બંધાઇ જશે'એમ કહીને તેમણે ઉમેર્યું હતું કે બંધારણે દેશની પ્રજાને સરકારની કામગીરીનું મૂલ્યાંકન કરવાનો અધિકાર આપ્યો છે, જો તમે આ સરકારથી સંતુષ્ઠ ના હો તો સરકાર જ બદલી નાંખોં.' આગામી ચૂંટણી દેશની લોકશાહીનું ભાવિ નકકકી કરશે.
સુપ્રીમ કોર્ટના ચાર જજોને ૭૦ વર્ષમાં પહેલી જ વાર કહેવું પડયું હતું કે દેશમાં લોકશાહી પર જોખમ છે.મોદીએ તમામ બંધારણીય સંસ્થાઓને બુઠ્ઠી બનાવી દીધી છે. આજે તો સીબીઆઇ અને ઇડીનો ઉપયોગ રાજકીય હરિફોને હેરાન કરવા માટે કરાય છે'એમ રાલોદના વડાએ કહ્યું હતું.
નોટબંધી કરવા માટે રિઝર્વ બેંકને પૂછવામાં આવ્યું નહતું એમ કહીને સિંહે જો મોદી જીતશે તો ભાજપ જ ૫૦ વર્ષ સુધી રાજ કરશે અને સાક્ષી મહારાજ તો કહે છે કે હવે પછી ચૂંટણીઓ જ નહીં યોજા.હવે તમે જ નક્કી કરો કોને મત આપશો?
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2YSP0bj
via Latest Gujarati News
0 Comments