નવી દિલ્હી, તા.7 એપ્રિલ, 2019, રવિવાર
કોંગ્રેસ નેતા ઉર્મિલા માતોંડકર અને રાહુલ ગાંધી સામે હિન્દુ વિરોધી ટિપ્પમી બદલ મુંબઇના પવઇ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ભાજપ કાર્યકર સુરેશ નખુઆએ ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે ઉર્મિલા માતોંડકરને મુંબઇ ઉત્તર લોકસભા બેઠક માટે કોંગ્રેસની ટિકિટ આપવામાં આવી છે.
તેમણે તાજેતરમાં એક ટી.વી. ઇન્ટરવ્યૂમાં એવી ટિપપ્ણી કરી છે કે એક સમયે સહિષ્ણુતા માટે જાણીતો હિન્દુ ધર્મ આજે વિશ્વનો સૌથી હિંસક ધર્મ બની ગયો છે. ફરિયાદીનો આક્ષેપ છે કે આ પ્રકારની ટિપ્પણી દ્વારા તેમણે હિન્દુ સમુદાયની લાગણી દુ:ભાવી છે. આ પ્રકારનું નિવેદન આપવામાં રાહુલ ગાંધીનો દોરીસંચાર હોવાનો આક્ષેપ કરી તેમના વિરૃધ્ધ પણ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2U1GUtl
via Latest Gujarati News
0 Comments