નવી દિલ્હી, તા.7 એપ્રિલ, 2019, રવિવાર
ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીને આરોપોને ફગાવ્યા હતા અને પશ્ચિમ બંગાળમાં અધિકારીઓની બદલી કરવાના નિર્ણયનો બચાવ કર્યો હતો. મમતા બેનરજી આરોપો લગાવી રહ્યા છે કે ભાજપના ઇશારે પશ્ચિમ બંગાળમાં પોલીસ અધિકારીઓની ચૂંટણી પંચ ટ્રાન્સફર કરી રહ્યું છે.
આ આરોપોને નકારતા ચૂંટણી પંચે જણાવ્યું હતું કે જ્યારે દેશમાં આચાર સંહિતા લાગુ હોય ત્યારે કોઇ પણ અધિકારીની ટ્રાન્સફર કરવાનો અમને પુરો અધિકાર છે. એ જ રીતે અમે કોઇ અધિકારીની નિમણુંક પણ કરી શકીએ.
ચૂંટણી પંચે સાથે એમ પણ જણાવ્યું હતું કે કેરળ હાઇકોર્ટે પણ આ પ્રકારના મામલાઓમાં ટ્રાન્સફરની સત્તાની જે જોગવાઇ છે તેને યોગ્ય ઠેરવી હતી. મમતા બેનરજીને એક ચૂંટણી કમિશનરે પત્ર લખ્યો હતો જેમાં તેમણે આ દાવા કર્યા હતા.
અને જણાવ્યું હતું કે ચૂંટણી સમયે લેવાતા નિર્ણયોને કેન્દ્ર સરકાર સાથે જોડી દેવા તે દુ:ખદ બાબત છે અને જે પણ કોઇ નિર્ણયો લીધા છે તેની અમને સત્તા છે. નોંધનીય છે કે અગાઉ સીબીઆઇ અને પશ્ચિમ બંગાળની પોલીસ વચ્ચે રકજક થઇ હતી.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WTUSiN
via Latest Gujarati News
0 Comments