(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ,તા.2 એપ્રિલ 2019,મંગળવાર
બિનઅનુદાનિત સ્કૂલોને સરકાર તરફથી અનુદાન મળતું નથી, તો આ સ્કૂલોના શિક્ષકોને ચૂંટણી પંચ કામ પર શા માટે બોલાવે છે, એવો પ્રશ્ન સોમવારે મુંબઈ હાઈકોર્ટે કેન્દ્રિય ચૂંટણી પંચ સમક્ષ ઉપસ્થિત કર્યો હતો. શિક્ષકોને ચૂંટણીના કામ માટે બોલાવવા પહેલાં સારાસારનો વિચાર કર્યો હતો? એવો પ્રશ્ન પણ કોર્ટે પૂછ્યો હતો.
બિનઅનુદાનિત સ્કૂલ સંગઠનો વતી એડ.સ્વરાજ જાધવ મારફતે કરવામાં આવેલી યાચિકા પર સોમવારે ન્યા. અભય ઓક અને ન્યા.એમ.એસ.સંકલેની ખંડપીઠ સમક્ષ સુનાવણી થઈ. રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા અનુદાન મેળવતી સ્કૂલોના જ શિક્ષકોને તથા કર્મચારીઓને કાયદાનુસાર ચૂંટણી પંચ કામ માટે બોલાવી શકે, તો બિનઅનુદાનિત સ્કૂલોને કેમ બોલાવાય છે? આવી સ્કૂલોનું માત્ર સરકાર પાસે રજીસ્ટ્રેશન હોય છે, પરંતુ તેમને અનુદાન મળતું નથી, એવો મત ખંડપીઠે વ્યક્ત કર્યો હતો.
યાચિકાદાર સંઘટના આ પ્રકારે યાચિકા કરી શકે નહીં, કારણ ચૂંટણીપંચે શિક્ષકોને વ્યક્તિગત નોટીસ બજાવી છે, એવો દાવો પંચ દ્વારા કરાતાં ખંડપીઠે નારાજગી વ્યક્ત કરી હતી. અને જવાબમાં સંભળાવ્યું હતું કે, જો પ્રત્યેક શિક્ષક યાચિકા કરવા લાગે તો સુનાવણી માટે મહિના દિવસનો સમય લાગે, તો અમે ત્યારેજ સુનાવણી કરીશું. એવું ખંડપીઠે સંભળાવ્યું.
ચૂંટણીપંચ શિક્ષકોને નોટીસ ન મોકલતાં શૈક્ષણિક સંસ્થાને કામ બાબતે નોટીસ મોકલી શકે છે, એવું યાચિકાદારે જણાવ્યું છે. આ બાબતે હવે બુધવારે સુનાવણી થશે. મુંબઈ યુનિવર્સિટીના શિક્ષકોને સંબંધિત પ્રકરણે, શિક્ષકોના કામના સમયે કે પરીક્ષાના સમયગાળા દરમ્યાન બોલાવશે નહીં, એવી માહિતી પણ ચૂંટણીપંચે આપી છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2FT4lRI
via Latest Gujarati News
0 Comments