(પીટીઆઇ) લંડન, તા. ૧૭
ભાગેડુ દારૃના ઉદ્યોગપતિ વિજય માલ્યાએ ફરી એક વખત ટ્વિટ કરીને જેટ એરવેઝના પતન અંગે સહાનુભૂતિ પ્રગટ કરી છે. વિજય માલ્યાએ ટ્વિટર પર જણાવ્યું છે કે જો કે અમે પ્રતિસ્પર્ધી હતા પણ મારી સહાનુભૂતિ નરેશ ગોયલ અને ગીતા ગોયલની સાથે છે. ગોયલે જેટ એરવેઝની સ્થાપના કરી હતી જેના પર ભારત એક સમયે ગૌરવ અનુભવતુ હતું. જેટ એરવેઝની સર્વિસ વિશ્વમાં શ્રેષ્ઠ હતી.
માલ્યાએ જણાવ્યું છે કે આટી મોટી એરલાઇન્સનું પતન થવાનું મને દુઃખ છે. જો સરકાર પ્રજાના ૩૫,૦૦૦ કરોડ રૃપિયાથી એર ઇન્ડિયાને બચાવી શકે છે તો ખાનગી એરલાઇન્સને કેમ નહીં? માલ્યાએ ફરી એક વખત પોતાનું તમામ દેવું સરકારી બેંકોને ચૂકવી દેવાની તૈયારી બતાવી છે.
માલ્યાએ વધુમાં જણાવ્યું છે કે મેં કિંગફિશર એરલાઇન્સમાં મોટા પાયે રોકાણ કર્યુ હતું. કિંગફિશર ધીમે ધીમે એક મોટી એરલાઇન્સ બની ગઇ હતી. કિંગફિશરે પીએસયુ બેંકો પાસેથી લોન લીધી હતી. મેં પીએસયુ બેંકોના તમામ નાણા ચૂકવી દેવાની ઓફર કરી હતી પણ મારી આ ઓફર સ્વીકારવાને બદલે મને આરોપી બનાવી દેવામાં આવ્યો હતો.
માલ્યાએ મીડિયાની પણ ટીકા કરતા જણાવ્યું હતું કે મેં જયારે પણ નાણા ચૂકવવાની ઓફર કરી ત્યારે મીડિયાએ મને ભયભીત, ફસાયેલો ગણાવ્યો હતો.
માલ્યાએ જણાવ્યું છે કે હું લંડનમાં હોઉ કે ભારતની જેલમાં મારે નાણા ચૂકવવાના જ છે તો પછી બેંકો મારી પાસેથી નાણાં કેમ સ્વીકારતી નથી.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2PfcDXc
via Latest Gujarati News
0 Comments