ભાજપે પુત્રને લોકસભાનો ઉમેદવાર બનાવતા કેન્દ્રના મંત્રી રાવ બિરેન્દ્ર સિંહની રાજીનામાની ઓફર


(પીટીઆઇ) નવી દિલ્હી, તા.14 એપ્રિલ, 2019, રવિવાર

હરિયાણાના ભાજપના અગ્રણી જાટ નેતા અને કેન્દ્રીય મંત્રી રાવ બિરેન્દ્ર સિંહે આજે કહ્યું હતું કે તેમના પુત્રને ભાજપે લોકસભા માટે ટિકિટ આપતા અને વારસાગત રાજકારણને દૂર કરવાનો સંદેશ આપવા તેમણે કેન્દ્રમાંથી મંત્રી તરીકે અને રાજ્યસભામાંથી રાજીનામાની ઓફર કરી હતી. હરિયાણાના હિસારમાંથી ભાજપના ઉમેદવાર તરીકે તેમના પુત્ર બ્રિજેન્દ્ર સિંહની પસંદગીના પગલે એક પત્રકાર પરિષદમાં ૭૩ વર્ષના મંત્રીએ આ જાહેરાત કરી હતી.

ભાજપના વરિષ્ઠ નેતાએ કહ્યું હતું કે મેં આ અંગેની જાણ અમીત શાહને કરી દીધી હતી અને હવે પક્ષના પ્રમુખે અંતિમ નિર્ણય લેવાનો છે. અગ્રણી જાટ નેતા સર છોટુ રામના પૌત્ર સિંહે કહ્યું હતું કે તેમના પુત્રને ભાજપે લોકસભા માટે ટિકિટ આપતાં તેઓ વંશિય રાજકારણ વિરૃધ્ધ એક સંદેશો આપવા ઇચ્છે છે.

'મેં કેન્દ્રીય મંત્રી મંડળમાંથી અને રાજ્યસભામાંથી રાજીનામાની ઓફર કરી દીધી હતી તેમજ પક્ષ પ્રમુખ અમીત શાહને આની જાણકારી પણ આપી હતી'એમ તેમણે કહ્યું હતું.

તેમણે કહ્યું હતું કે સગાવાદને પ્રોત્સાહન નહીં આપવાનો અને વંશિય શાસન સામે લડવાનો ભાજપનો સિધ્ધાંત છે. પક્ષના સિધ્ધાંતને ધ્યાનમાં રાખીને જ મેં આ નિર્ણય લીધો હતો.૨૦૧૪માં ભગવા પાર્ટી સાથે જોડાતા પહેલાં લગભગ ચાર દાયકાઓ સુધી કોંગ્રેસની સાથે રહેલા  સિંહને એક સમયે હરિયાણાના મુખ્ય પ્રધાનના દાવેદાર માનવામાં આવતા હતા. હાલમાં તેઓ ભાજપ તરફથી રાજ્યસભાના સભ્ય છે અને તેમના પત્ની હરિયાણા વિધાનસભામાં ધારાસભ્ય છે. તેમનો પુત્ર બ્રિજેન્દ્ર સિંહ  આઇએએસ અધિકારી હતો.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GmZRD9
via Latest Gujarati News

Post a Comment

0 Comments