નવી દિલ્હી, તા. 08 એપ્રિલ, 2019, શુક્રવાર
ગત તા. ૧૦ માર્ચે લોકસભાની ચૂંટણીની જાહેરાત બાદ અમલી બનેલ આચાર સંહિતાના પગલે જ્વેલર્સો મુશ્કેલીમાં મુકાઈ જવા સાથે તેમના ધંધા પર અસર થતા ચિંતામાં મૂકાઈ ગયા છે.
જ્વેલર્સોના જણાવ્યા મુજબ ગ્રામ્ય વિસ્તારોમાં ખેતીના કારણે એપ્રિલ-મે મહિનામાં લગ્નગાળાની સિઝન હોય છે. ગુડી પડવા બાદ દેશભરના જ્વેલરી માર્કેટમાં લગ્નસરાની ઘરાકી નીકળતી હોય છે.
પરંતુ દેશભરમાં લોકસભાની ચૂંટણીના પગલે આચારસંહિતાના અમલના કારણે રૂા. ૫૦૦૦૦થી વધુ રોકડ રકમની હેરફેર પર પ્રતિબંધ મુકાયેલ છે. જેના કારણે ગ્રામ્ય વિસ્તારમાંથી નાના-મોટા શહેરોમાં જ્વેલરીની ખરીદી કરવા આવતા લોકોને સત્તાવાળાઓ દ્વારા થતા ચેકીંગમાં ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.
આ મુદ્દે વિવિધ જ્વેલર્સ એસોસીએશન દ્વારા ચૂંટણી કમિશ્નરને રજૂઆત કરવામાં આવી છે. જેમાં જણાવાયું છે કે જો પૂરતા પૂરાવા હોય તો તંત્ર દ્વારા થતી કનડગત દૂર કરવા પગલા ભરવા રજૂઆત કરાઈ છે.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UnRksv
via Latest Gujarati News
0 Comments