મુંબઈ, તા. 08 એપ્રિલ, 2019, શુક્રવાર
ગયા નાણાં વર્ષમાં દરેક ત્રિમાસિકમાં અર્થતંત્ર મંદ પડયું હતું ત્યારે પૂરા થયેલા નાણાં વર્ષના ત્રીજા ત્રિમાસિકમાં ઉત્પાદન ક્ષેત્રમાં રસપ્રદ ટ્રેન્ડ જોવા મળ્યો હતો.
નાણાં વર્ષ ૨૦૧૮-૧૯ના ત્રીજા ત્રિમાસિકમાં ઔદ્યોગિક પ્રવૃતિની કાર્યક્ષમતા વધીને છેલ્લા ૬ વર્ષની શ્રેષ્ઠ રહી હતી ત્યારે ઉદ્યોગોની ઈન્વેસ્ટમેન્ટ રુચી એકદમ નીચા સ્તરે રહી હતી એમ રિઝર્વ બેન્કના એક રિપોર્ટમાં જણાવાયું છે.
ઉત્પાદન ક્ષેત્રમાં ક્ષમતા ઉપયોગીતા વધીને ૨૩ ત્રિમાસિક ગાળાની ઊંચી સપાટીએ રહીને ૨૦૧૮ના ઓકટોબર-ડિસેમ્બર ત્રિમાસિકમાં ૭૫.૯૦ ટકા રહી હતી. આ અગાઉ ૨૦૧૨-૧૩ના અંતિમ ત્રિમાસિકમાં ક્ષમતા ઉપયોગીતા ૭૮ ટકા રહી હતી.
ઉત્પાદન ક્ષેત્રની કંપનીઓ દ્વારા અપાતા નવા ઓર્ડરોમાં પણ ત્રીજા ત્રિમાસિકમાં ૧૧ ટકા જેટલો ઘટાડો નોંધાયો છે.
અર્થતંત્રમાં એકંદર માગ વધી રહી છે પણ તે એટલી પૂરતી નથી કે જે ઈન્વેસ્ટમેન્ટમાં વધારો કરવા ઉદ્યોગોને પ્રોત્સાહિત કરે, એમ અન્ય એક રિપોર્ટમાં જણાવાયું હતું.
બીજી બાજુ ઈન્સોલવેન્સી એન્ડ બેન્કરપ્સી કોડ (આઈબીસી) પ્રક્રિયાને કારણે ઉદ્યોગોની ક્ષમતાઓ છૂટી થઈ રહી છે જે અટકી પડી હતી. આને કારણે પણ નવી ક્ષમતામાં ઉમેરો કરવાની આવશ્યકતા રહેતી નહીં હોવાનું પણ જણાવાયું હતું.
ક્ષમતા ઉપયોગીતા નાણાં વર્ષ ૨૦૧૭ તથા નાણાં વર્ષ ૨૦૧૮ બન્નેના દરેક ત્રિમાસિકમાં નીચી રહી હતી.
જો કે નાણાં વર્ષ ૨૦૧૯ના ત્રીજા ત્રિમાસિકમાં તેેમાં વધારો થયો હતો અને ૨૩ ત્રિમાસિકની ઊંચી સપાટીએ જોવા મળી હતી. નોટબંધી બાદ નવા ઓર્ડરોમાં વધારો થયો હતો અને નાણાં વર્ષ ૨૦૧૮ના ત્રીજા ત્રિમાસિકમાં નવા ઓર્ડરમાં ૭૭ ટકા વૃદ્ધિ જોવા મળી હતી.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2FX5GG6
via Latest Gujarati News
0 Comments