માર્ચમાં સતત ચોથા મહિને ઉમેરો કરીને ચીન દ્વારા ગોલ્ડ રિઝર્વમાં કરાયેલો વધારો

બીજિંગ, તા. 08 એપ્રિલ, 2019, શુક્રવાર

ચીન પોતાના ગોલ્ડ રિઝર્વમાં વધારો કરી રહ્યું હોવાનું જણાય રહ્યું છે. વિશ્વના સૌથી બીજા મોટા અર્થતંત્ર ચીને માર્ચમાં સતત ચોથા મહિને તેના ગોલ્ડ રિઝર્વમાં વધારો કર્યો છે, જેને કારણે ચીનની કેન્દ્રીય બેન્ક ગોલ્ડ હોલ્ડિંગ્સ વધારવાનું ચાલુ રાખશે એવી પણ શકયતા જોવાઈ રહી છે.

પીપલ'સ બેન્ક ઓફ ચાઈનાએ માર્ચમાં ગોલ્ડ રિઝર્વ વધારીને ૬.૦૬ કરોડ ઔંસ કર્યું છે જે ફેબુ્રઆરીમાં ૬.૦૨ કરોડ કરાયું હતું. ટનની દ્રષ્ટિએ જોવા જઈએ તો માર્ચમાં ગોલ્ડનો ઈન્ફલોઝ ૧૧.૨૦ ટન રહ્યો હતો.

ચીન જે વિશ્વનો ટોચનો ગોલ્ડ ઉત્પાદક અને વપરાશકાર દેશ છે તે હાલમાં અર્થતંત્રમાં મંદીનો સામનો કરી રહ્યો છે. અમેરિકા સાથેના તેના વેપાર યુદ્ધમાં કેટલીક પ્રગતિ થયાના સંકેત મળી  રહ્યા છે.

પીપલ'સ બેન્ક ઓફ ચાઈના દ્વારા જાહેર કરાયેલા આંકડા પ્રમાણે, ચીને સ્થિર ગતિએ ગોલ્ડનું રિઝર્વ વધારવાનું ચાલુ કર્યું છે. આ અગાઉ ૨૦૧૫ના મધ્યથી ઓકટોબર ૨૦૧૬ સુધી ચીને ગોલ્ડની ધીમી ગતિએ ખરીદી કરી હતી.

૨૦૧૯માં ચીન જો આ ગતિએ ગોલ્ડ એકઠું કરવાનું ચાલુ રાખશે તો ૨૦૧૯ના અંતે તે રશિયા બાદ ગોલ્ડનો બીજો મોટો દેશ બની રહેશે. ૨૦૧૮માં રશિયાએ ૨૭૪ ટન ગોલ્ડની ખરીદી કરી હતી. ૨૦૧૮માં વિશ્વભરની સરકારોઓ ૬૫૧.૫૦ ટન્સ ગોલ્ડની ખરીદી કરી હતી. 

ચીનનું એકંદર ફોેરેકસ રિઝર્વ માર્ચમાં ૮.૫૮ અબજ ડોલર વધીને ૩.૦૯ ટ્રિલિયન ડોલર પર પહોંચી ગયું છે. 



from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2FWIurs
via Latest Gujarati News

Post a Comment

0 Comments