હાલ હાર્ટ એટેકથી મરનારાઓની સંખ્યા ખુબ વધી રહી છે. હવે તો લોકોને એટલી નાની ઉંમરે એટેક આવવાં લાગ્યાં છે સાંભળીને સાચું ના લાગે. જો કે હવે આ મૃત્યુઆંક ઘટી શકે તેવી શોધ થઇ છે.

વૈજ્ઞાનિકોએ એવી શોધ કરી છે જેથી માણસને એકાએક આવતાં હાર્ટએટેકથી બચાવી શકાશે. અમેરિકાની યેલ યુનિવર્સિટીના સંશોધકોએ મૃત કોશિકાઓને જીવંત કરવાનો રસ્તો શોધી લીધો છે. અમેરિકાના ન્યુરોસાયન્સ ડિપાર્ટમેન્ટના પ્રોફેસર નેનાદ સેસ્ટને જણાવ્યું કે એક રસાયણની મદદથી આવું શક્ય થયું છે. આ રસાયણે ચાર કલાક પહેલાના dead pigના મગજને અડધુ જીવંતકરી દીધું હતું. એમનું કહેવું હતું કે મગજની અંદરનો ભાગ સર્ક્યુલેટ થાય તે માટે આ કોશિકાઓનું પુનર્જિવિત થાય તે જરૂરી છે.
અમેરિકન યુનિવર્સિટી દ્વારા થયેલી આ શોધમાં ન્યુરોસાયન્સ ડિપાર્ટમેન્ટના બીજા પ્રોફેસર વોનિમીર વરસેલ્જાએ આ રિસર્ચને મેડિકલ ક્ષેત્ર માટે બેઅસર ગણાવી હતી. એમનું કહેવું હતું કે આ પ્રયોગના માધ્યમથી મગજનું પુનર્જિવિત થશે કે કેમ એ કહી ના શકાય. કારણ કે એમાં વિચારવાની કે સમજવાની ક્ષમતા નથી હોતી. આ સેલ્સના એક્ટિવ થવાથી સેલ્યૂલર એક્ટિવ બ્રેન કહી શકાય પરંતુ તેને નેચર જર્નલમાં પ્રકાશિત કરવામાં આવે.
ખરેખર તો આ શોધનો ઉપયોગ બ્રેન સ્ટ્રોક અને દુર્ઘટનામાં મસ્તિષ્કની કોશિકાઓની ક્ષતિપૂર્તિમાં કરી શકાય છે.
from Health News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2W0VZxh
via Latest Gujarati News
0 Comments