ના હોય, રિસાઈકલ કરીને પહેરી શકાશે આ શૂઝ

યૂરોપની એક કંપનીએ એવા શૂઝ બનાવ્યાં છે જેને વારંવાર રિસાઈકલ કરીને પહેરી શકાય છે. જો તમે એકની એક ડિઝાઈન પહેરીને કંટાળી જાવ તો તેને કંપનીમાં રિસાઈકલ કરાવીને નવી ડિઝાઈન પણ બનાવી શકો છો. સૌથી અગત્યની વાત તો એ છે કે આ શૂઝ કદી ટૂટતાં કે ફાટતાં નથી. આવું રિસાયકલ મટીરિયલની મદદથી શક્ય બન્યું છે. આ શૂ યૂરોપની એક કંપનીએ બનાવ્યાં છે.


થર્મોપ્લાસ્ટિક પૉલીયૂરેથેનથી બન્યાં છે શૂઝ

કંપનીએ આ શૂ વિશે જણાવ્યું કે આ શૂઝ પર ઘણાં વર્ષથી રિસર્ચ ચાલે છે. આ શૂને ફ્યૂચરક્રાફ્ટ લૂપ નામના ટીપીયૂ એટલે કે થર્મોપ્લાસ્ટિક પૉલીયૂરેથેનથી બનાવ્યાં છે. એે  જ  રીતે તેના મિડસોલને બૂસ્ટ કુશનિંગ ટેકનોલોજીથી બનાવાયા છે. શૂઝ કંપનીનું કહેવું છે કે તે આ પ્રોજેક્ટ પર છેલ્લાં 6 વર્ષથી કામ કરી રહી હતી. કંપનીનો ધ્યેય પ્લાસ્ટિકના વેસ્ટ મટિરિયલમાંથી શૂઝ બનાવવાનો હતો.

નથી કરી સિલાઈ કે નથી વાપરી ગ્લૂ

આ શૂઝ બનાવવા માટે કોઈ ગ્લૂ વાપરવામાં નથી આવ્યો કે સિલાઈ કરવામાં નથી આવી. આ શૂઝ વાપર્યાં પછી તમે કંપનીને પાછાં આપી શકો છો. એટલે કે નવા મટિરિયલ સાથે આને તમે વર્ષો સુધી વાપરી શકો છો. આનાથી વાતાવરણ પ્રદૂષિત થતું પણ અટકશે. આ શૂઝ સૌપ્રથમ એથ્લીટ્સને ટ્રાયલ માટે આપવામાં આવશે. એમના ફીડબેક જાણ્યાં પછી જ કંપની આને 2021માં માર્કેટમાં મુકવાનું પ્લાનિંગ કરશે.



from Lifestyle fashion News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2XClx4c
via Latest Gujarati News

Post a Comment

0 Comments