નવી દિલ્હી, તા. 19 એપ્રિલ 2019, શુક્રવાર
ભાજપના ઉત્તરપ્રદેશના રામપુર સંસદીય બેઠક પરના ઉમેદવાર જયાપ્રદાએ આઝમ ખાનના વિવાદાસ્પદ નિવેદનને લઇને સમાજવાદી પાર્ટી અધ્યક્ષ અખિલેશ યાદવ પર નિશાન સાધ્યું હતું. આઝમ ખાને જયાપ્રદા વિરુદ્ધ અભદ્ર કોમેન્ટ કરી હતી જેની ચૂંટણી પંચે નોંઘ લીધી અને આઝમ ખાન પર ત્રણ દિવસનો પ્રતિબંધ પણ મૂક્યો હતો.
અખિલેશ યાદવ પર હુમલો કરતા જયાપ્રદાએ કહ્યું કે તેમની પાસેથી કોઇ અપેક્ષા રાખી શકાય એમ નથી. ભાજપમાં થોડા દિવસ પહેલાં જ સામેલ થયેલા જયાપ્રદાએ કહ્યું કે અખિલેશ યાદવની હાજરીમાં આઝમ ખાને બકવાસ નિવેદન આપ્યું એટલે અખિલેશ પાસેથી પણ કોઇ અપેક્ષા નથી. તેઓ પણ એવા જ માહોલમાં ઉછર્યાં છે તો તેમની વિચારધારા પણ એવી જ હશે.
જયાપ્રદાએ કહ્યું કે આઝમ ખાનની તેમના પ્રત્યેની નફરતનું કારણ તેમની અસલામતિની લાગણી હોઇ શકે છે. એ સાથે જ જયાપ્રદાએ એમ પણ કહ્યું કે આ પ્રકારની નિમ્ન ટિપ્પણી બાદ રાજકીય દલીલબાજી અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે પહોંચી ગઇ છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IIsOek
via Latest Gujarati News
0 Comments