નવી દિલ્હી, તા. 19 એપ્રિલ 2019, શુક્રવાર
ચૂંટણી પંચ દ્વારા આચારસંહિતાના ભંગ બદલ 72 કલાકના પ્રતિબંધની સજા ભોગવી રહેલા ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજથી ફરી ચૂંટણી પ્રચારના મેદાનમાં ઉતરશે. આજે તેઓ સંભલ, ફિરોઝાબાદ, ઇટાવા અને હરદોઇ ખાતે ચૂંટણી સભાઓ ગજવશે.
ઉલ્લેખનીય છે કે ચૂંટણી પ્રચાર દરમિયાન માયાવતી અને યોગી આદિત્યનાથ દ્વારા કથિત રીતે ભડકાઉ ભાષણ આપવા અંગે સુપ્રીમ કોર્ટે સંજ્ઞાન લીધું હતું. સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને સવાલ કર્યો હતો કે તેમણે શા માટે માયાવતી અને યોગી આદિત્યનાથ વિરુદ્ધ કાર્યવાહી કરી નથી? સુપ્રીમ કોર્ટની ટકોર બાદ ચૂંટણી પંચે માયાવતી પર 48 કલાક અને યોગી આદિત્યનાથ પર 72 કલાકના તમામ પ્રકારના ચૂંટણી પ્રચારનો પ્રતિબંધ ફરમાવ્યો હતો.
માયાવતી ઉપરના પ્રતિબંધની સમયસીમા ગઇ કાલે પૂરી થઇ ગઇ હતી. જ્યારે યોગી આદિત્યનાથ ઉપરના પ્રતિબંધની સમયસીમા પણ શુક્રવારે સવારે 6 વાગ્યે સમાપ્ત થઇ છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Gwdnof
via Latest Gujarati News
0 Comments