નિરવ મોદી, લલીત મોદી, નરેન્દ્ર મોદી, માલ્યા, ચોક્સી, અનિલ અંબાણી ચોરોની ગેંગ છે : રાહુલ


ચોકીદાર નરેન્દ્ર મોદી 100 ટકા ચોર છે તે પુરવાર થયું : કોંગ્રેસ પ્રમુખનો ટોણો 

નવી દિલ્હી, તા.13 એપ્રિલ, 2019, શનિવાર

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ચોર કહ્યા હતા, તેમણે સાથે આરોપ લગાવ્યો હતો કે જનતાના પૈસાને ચોરીને મોદીએ પોતાના માનિતાઓને આપી દીધા હતા. 

રાહુલે જણાવ્યું હતું કે મોદી ૧૦૦ ટકા ચોર છે, સાથે સવાલ કર્યો હતો કે દરેક ચોરોના નામની પાછળ મોદી જ કેમ લાગે છે જેમ કે કૌભાંડી લલીત મોદી, નિરવ મોદી અને હવે નરેન્દ્ર મોદી.

રાહુલે કહ્યું હતું કે આ નિરવ મોદી, લલિત મોદી, અનિલ અંબાણી, વિજય માલ્યા, મેહુલ ચોક્સી અને નરેન્દ્ર મોદી ચોરોની ગેંગ છે. ચોર નરેન્દ્ર મોદીએ જનતાના ૩૦ હજાર કરોડ ચોરીને પોતાના મિત્ર અનિલ અંબાણીને આપી દીધા. રફાલ સોદા બાદ અનિલ અંબાણીની કરોડોની લોન ફ્રાન્સે માફ કરતા મોદીએ ફરી આ મુદ્દે સરકારને ઘેરી હતી. 

રાહુલે જણાવ્યું હતું કે આ લોકસભાની ચૂંટણી અનિલ અંબાણી અને આમ નાગરીકો, અન્યાય અને ન્યાય વચ્ચેની છે. રાહુલે આ શબ્દને મોદીના અન્યાય ન્યાયને ટાંકીને જ વાપર્યો હતો અને જણાવ્યું હતું કે પાંચ વર્ષમાં દેશ સાથે અન્યા થયો છે પણ હવે કોંગ્રેસ ન્યાય યોજના લાવી છે જેનાથી દરેકને ન્યાય થશે. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે દરેકના ખાતામાં ૧૫ લાખ રૃપિયા આપીશું, જોકે હત્યાના આરોપી અમિત શાહે કહ્યું હતું કે આ ૧૫ લાખ રૃપિયાની વાત એક જૂમલો હતો. 

રાહુલે દાવો કર્યો હતો કે અમે આવા જુઠા વચનો નહીં આપીએ, ગરીબોના ખાતામાં સત્તામાં આવ્યા બાદ દર વર્ષે ૭૨ હજાર કરોડ રૃપિયા જમા કરવામાં આવશે. મોદી પર પ્રહારો કરતા રાહુલે જણાવ્યું હતું કે મોદી હવે રેલીઓ અને સભામાં ખેડૂતો,  ગરીબો વિશે વાત કેમ નથી કરી રહ્યા? ચોકીદાર મોદી હાલ માત્ર પોતાના માનિતા ૧૫થી ૨૦ લોકોની જ સુરક્ષા કરી રહ્યા છે.

તેમને દેશની અને ખેડૂતો તેમજ ગરીબોની કઇ જ પડી નથી. મારે ચોકીદાર નહીં પણ આમ નાગરીકોનો અવાજ બનવાનું પસંદ છે. રાહુલે દાવો કર્યો હતો કે સત્તામાં આવ્યા બાદ પહેલુ કામ ન્યાય યોજનાનો અમલ અને મહિલાઓને વિધાનસભા, સંસદમાં ૩૩ ટકા અનામત આપવાનંુ રહેશે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UTPpuV
via Latest Gujarati News

Post a Comment

0 Comments