તાપમાન હજુ ત્રણ ડીગ્રી ઊંચે જશે, પ્રચંડ હીટવેવની સંભાવના


પાણીની સમસ્યાનો સામનો કરી રહેલા ખેડૂતોને વાવણીના સમયે જ વધારે મુશ્કેલી થઇ શકે છે

નવી દિલ્હી, તા.28 એપ્રિલ, 2019, રવિવાર

ભારતીય હવામાન વિભાગ દ્વારા ફરી એક વખત બુલેટીન જાહેર કરવામાં આવ્યુ છે. જેમાં આ વર્ષે મધ્ય અને પૂર્વ ભારત સહિત દેશના ઘણા વિસ્તારોમાં પ્રચંડ ગરમી પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. દેશમાં ચોમાસા પહેલા થતાં વરસાદમાં આ વર્ષે ઘટાડા નોંધયો છેે.

જેના હિસાબે ચોમાસાની શરૂઆત પણ નબળી રહેવાનું અનુમાન લગાવવામાં આવ્યુ છે. ત્યારે પહેલાથી જ પાણીની સમસ્યાનો સામનો કરી રહેલા ખેડૂતોને વાવણીના સમયે જ વધારે મુશ્કેલી થઇ શકે છે. ઉપરાંત ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોમાં હાલમાં જ દુષ્કાળ જેવી પરિસ્થિતિ છે ત્યારે હજુ ગરમીમા વધારો થતા ત્યાંના લોકોની હાલત કફોડી બનશે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અરૂણાચલ પ્રદેશ સહિતના ઉત્તરપૂર્વ રાજ્યો, ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત સહિતના રાજ્યોમાં નબળા ચોમાસાની સંભાવના રહેલી છે. ઉપરાંત આ વિસ્તારોમાં આગામી સમયમાં ભયંકર હીટ વેવની શક્યતા પણ રહેલી છે.

આ સિવાય મે મહિનાના પ્રથમ અઠવાડિયામાં રાજસ્થાન, ઝારખંડ, ઉત્તરપ્રદેશ, મધ્ય પ્રદેશ સહિતના રાજ્યોમાં ગરમીનનું પ્રમાણ વધશે. મધ્ય અને પશ્ચિમ ભારતમાં તાપમાનમાં હજુ પણ ૨થી ૩ ડીગ્રીનો વધારો થશે. વર્તમાન સમયે જ આ વિસ્તારોમાં તાપમાનનો પારો ૪૫ પર પહોંચ્યો છે ત્યારે હજુ તેમા વધારો થતા લોકોની હાલત કફોડી બનશે.

ચોમાસા પહેલાના વરસાદમાં ઘટાડો

હવામાન વિભાગના આંકડાઓ પ્રમાણે દેશભરમાં ચોમાસા પહેલા થતા વરસાદમાં ૨૭ ટકાનો ઘટોડો નોંધાયો છે. ૧ માર્ચ અને ૨૪ એપ્રિલ સુધીમાં દેશમાં ૪૩.૩ મીમી વરસાદ નોંધાયો છે. જે આ સમયના એવરેજ વરસાદ કરતા ૨૭ ટકા ઓછો છે. આ વરસાદમાં સૌથી વધુ ઘટાડો ઉત્તરપશ્ચિમ ભારતમાં નોંધાયો છે. આ માર્ચ અને એપ્રિલમાં થતો આ વરસાદ ખુબ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે કેમ કે આ વરસાદના લીધે જ ગરમીમાં ઘટાડો થાય છે. ત્યારે આ વરસાદ જ ઓછો થતાં ગરમીમાં વઘારો થશે તે સ્વાભાવિક છે. ચોમાસા પહેલાનો આ વરસાદ ખાસ કરીને જે તે વિસ્તાર માટે એટલા માટે જરૂરી હોય છે કે તે જમીનમાં ભેજનું પ્રમાણ જાળવી રાખે છે.

ખેતી પર વ્યાપક અસર 

આ વર્ષેની ભયંકર ગરમી અને ચોમાસા પહેલાના વરસાદમાં થયેલો ઘટાડો દેશમાં ખેતીને મોટા પાયે અઅસર કરશે. આમ તો પાઢલા બે વર્ષ જેટલા સમયથી ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોના ખેડૂતો ઓછા અને અનિયમિત વરસાદની પરિસ્થિતિનો સામનો કરે છે ત્યારે આ વર્ષે પણ કંઇ ખાસ રાહત મળે તેવા એંધાણ દેખાતા નથી. મધ્ય અને પૂર્વ ભારતના ખેડૂતોને સૌથી વધુ નુકસાન થશે.

 સ્કાઇમેટના ઉપાધ્યક્ષ મહેશ પાલવાતના જણાવ્યા અનુસાર વાવણી સમયે જમાનમાં ભેજનું પ્રમાણ હોવું ખુબ જરૂરી છે .ખાસ કરીને ચોમાસુ પાકોના આગોતરા વવેતર માટે તે ખાસ હોવું જોઇએ. પરંતુ આ વર્ષની ગરમી અને વરસાદમાં થયેલો ઘટાડાને લીધે વાવણીને માઠી અસર થશે. કપાસ અને શેરડી જેવા પાકોને મોટા પ્રમાણમાં અસર થશે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2V3tm5Q
via Latest Gujarati News

Post a Comment

0 Comments