મદ્રાસ હાઇકોર્ટે વીડિયો શેરિંગ એપ ટીક-ટોક પરથી પ્રતિબંધ હટાવ્યો


નવી દિલ્હી, તા. 24 એપ્રિલ 2019, બુધવાર

મદ્રાસ હાઇકોર્ટે વીડિયો શેરિંગ એપ ટિકટોક પર લગાવેલો પ્રતિબંધ હટાવી દીધો છે. આજે બુધવારે આ મામલે સુનવણી થઇ જેમાં આ એપ પર લગાવેલા પ્રતિબંધને હટાવી લેવામાં આવ્યો છે. આ અગાઉ પોર્નોગ્રાફી કંટેન્ટના કારણે એપ પર પ્રતિબંધ લાગેલો હતો.

એક રિપોર્ટ પ્રમાણે ભારતમાં આ એપનો ઉપયોગ 30 કરોડ યૂઝર્સ કરે છે. જ્યારે સમગ્ર દુનિયામાં તેના યૂઝર્સની સંખ્યા 100 કરોડ છે. ટિક-ટોક પર પ્રતિબંધ લાગવાથી તેને દરરોજ લગભગ 3.4 કરોડનું નુંકસાન થઇ રહ્યું હતુ. પરંતુ હવે મદ્રાસ હાઇકોર્ટે એપ પર પ્રતિબંધ હટાવ્યો છે.


from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GEDqJO
via Latest Gujarati News

Post a Comment

0 Comments