દુનિયા 8 એવા ઝાડ જેની અંદર છે જેલ, સુરંગ અને દરવાજા


નવી દિલ્હી, 24 એપ્રિલ 2019, બુધવાર

જો તમને કોઈ કહે કે દુનિયામાં એક એવું ઝાડ પણ છે કે જેની અંદર બાર બનેલું છે તો શું તમે આ વાત પર વિશ્વાસ કરશો ? આજ સુધી તો નહીં કર્યો હોય પરંતુ હવે કરતા થઈ જશો. કારણ કે આજે તમને દુનિયાના આવા જ વિચિત્ર ઝાડ વિશે જાણકારી મળશે કે જેની અંદર આ પ્રકારની જગ્યાઓ બનેલી છે. 

વાવોના ટ્રી

મૈરિપોસા, અમેરિકાના યોસેમાઈટ નેશનલ પાર્કમાં આવેલું છે. આ ઝાડની નીચે સુરંગ બનાવવામાં આવી હતી. 227 ફૂટ લાંબું આ ઝાડ 1969માં બરફવર્ષાના કારણે પડી ગયું હતું. આ ઝાડની જગ્યાએ આજે હજારો જીવજંતુઓ અને પ્રાણીઓનું ઘર છે. 

સનલેંડ બોઆબ ટ્રી

આ ઝાડ 72 ફૂટ ઊંચું અને 155 ફૂટ પહોંળું છે. દક્ષિણ આફ્રીકાના મોડજાડજિસક્લૂફમાં આવેલું છે આ ઝાડ. 1933માં તેની અંદર એક બાર શરૂ કરવામાં આવ્યું હતું. આ બારમાં 15થી 20 લોકો એકસાથે જઈ શકતા હતા પરંતુ હવે અહીં 60 લોકો બેસી શકે છે. 

ડ્રેગન્સ બ્લડ ટ્રી

ઉત્તર પશ્ચિમ આફ્રીકાના કૈનરી ટાપુ પર આ ઝાડ જોવા મળે છે. માનવામાં આવે છે કે એક ડ્રેગન મર્યો હતો અને તે આ ઝાડ બની ગયો છે. તેની છાલ જ્યારે તોડવામાં આવે છે તો રક્ત સમાન પ્રવાહી નીકળે છે. આ ઝાડનું પ્રવાહી ડાઈ અને દવા બનાવવામાં ઉપયોગમાં લેવામાં આવે છે.

સિલ્ક કોટન ટ્રી

કંબોડિયાના એક પ્રાચીન મંદિર પર આ ઝાડ પથરાયેલું છે. વર્ષોથી તેની શાખા સતત વધી રહી છે અને તેનાથી સુંદર આકૃતિ બની છે. 





from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2ITW6XB
via Latest Gujarati News

Post a Comment

0 Comments