ભારતમાં 87 ટકા ધંધાર્થીઓ online ફ્રોડથી ચિંતિત


નવી દિલ્હી, 24 એપ્રિલ 2019, બુધવાર

દેશના 65 ટકા ધંધાર્થીઓ માને છે તે તેમને ઓનલાઈન ફ્રોડનો અનુભવ થયો છે. જેમાં ઓનલાઈન અકાઉન્ટમાં ફ્રોડ, નકલી અકાઉન્ટ ખોલવાની ફરિયાદનો સમાવેશ થાય છે. એક રીપોર્ટ અનુસાર ભારતમાં 87 ટકા ધંધાર્થીઓએ ઓનલાઈન ફ્રોડના કારણે થતા નુકસાન પર ચિંતા વ્યક્ત કરી છે. આઈડેંટિટી એન્ડ ફ્રોડ 2019ની એશિયા પૈસિફિક સંસ્કરણના રીપોર્ટ અનુસાર ભારતીય ઉપભોક્તા સુરક્ષાને ઓનલાઈન અનુભવનું સૌથી વિશ્વસનીય પાસું માને છે. વિશ્વસનીય ઓનલાઈન રિલેશનશિપ ધંધાર્થીઓને શ્રેષ્ઠ અનુભવ કરાવે છે. સર્વેમાં એશિયાના 6000 ધંધાર્થીઓએ ભાગ લીધો હતો. 

રીપોર્ટ અનુસાર 71 ટકા ઉપભોક્તા ઓનલાઈન રહી અને સુરક્ષાને મહત્વ આપ્યું. 15 ટકાએ નેટ સર્ફિંગ સમયે વધારે સુવિધાઓ અને 14 ટકાએ ખાનગીકરણને મહત્વ આપ્યું. એશિયાના 590 ધંધાર્થીઓ પર થયેલા સર્વે અનુસાર 65 ટકા ધંધાર્થીઓએ છેલ્લા 12 મહિનામાં ઓનલાઈન ફ્રોડથી થયેલા નુકસાનમાં વધારો થયો હોવાનું જણાવ્યું. તેમાં અકાઉન્ટ હેક કરી અને રૂપિયા ઉપાડવા અને નકલી અકાઉન્ટ ખોલવાનો સમાવેશ થાય છે. 

સર્વેમાં ભાગ લેનાર લોકોનું માનવું હતું કે આજકાલ ધંધા માટે અતિસંવેદનશીલ વાતાવરણ ઊભું થયું છે. લોકો ઓનલાઈન સુવિધાઓ મેળવવા માટે પોતાની પ્રાઈવસીની કુરબાની આપી રહ્યા છે. રીપોર્ટમાં ધંધા માટે વધારે સુરક્ષિત અને સુવિધાજનક ઓનલાઈન પ્લેટફોર્મની જરૂરીયાતને મહત્વ આપવાની વાત પણ કરી છે. 





from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2vjcqZV
via Latest Gujarati News

Post a Comment

0 Comments