
નવી દિલ્હી, તા. 24 એપ્રિલ 2019, બુધવાર
ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડના મુખ્યમંત્રી રહેલા નારાયણ દત્ત તિવારીના પુત્ર રોહિત શેખરની હત્યા કરી મિસ્ટ્રી ઉકેલી લેવાનો દિલ્હી પોલીસે દાવો કર્યો છે. દિલ્હી પોલીસ પ્રમાણે રોહિત શેખરની પત્નિ અપૂર્વાએ જ ઝઘડા બાદ તેનું ગળું દબાવીને હત્યા કરી હતી.
અપૂર્વાની મંગળવારે સવારે પોલીસે ધરપકડ કરી લીધી છે. ક્રાઇમ બ્રાંચે મામલાને ઉકેલવાનો દાવો કરતા જણાવ્યું કે, પત્નિ-પતિની દાંપત્ય જીવનમાં ઘણો તણાવ હતો અને આ ગુસ્સામાં અપૂર્વાએ રોહીતની હત્યા કરી દીધી. હત્યા બાદ અપૂર્વાએ પુરાવાનો નાશ કર્યો અને પોલીસને ગુમરાહ કરવાની કોશિશ કરી. પોલીસની પુછપરછ અને તપાસ બાદ 15 અને 16 એપ્રિલની રાત્રે રોહીતની હત્યાની પુરી વરદાત સામે રાખી.
ક્રાઇમ બ્રાંચની ટીમે જણાવ્યું, રોહીત શેખરના મર્ડરનો કોયડો પુરી રીતે ઉકેલાય ગયો છે. આ મહીનાની 16 તારીખે પોલીસને રોહીત શેખરના મોતની જાણકારી આપવામાં આવી જે બાદ તપાસ શરૂ થઇ હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટથી હત્યાનો ખુલાસો થયાનો દાવો કરતા ક્રાઇમ બ્રાંચે કહ્યું, પોસ્ટમોર્ટમ રિપોર્ટ દ્વારા હત્યા થઇ હોવાનો દાવો કરતા ક્રાઇમ બ્રાંચે કહ્યું કેસ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સ્પષ્ટપણે કહ્યું હતું કે, તેમના મોતનું કારણ મોં-હાથ અને ગળું દબાવવાના કારણે થયું છે. તેમણે વધુમાં કહ્યું કે, અમારી ટીમે 4 દિવસની તપાસ અને હાજર લોકોની પુછપરછ બાદ તપાસમાં સ્પષ્ટ થયું છે કે, તેમની પત્નિ અપુર્વા તિવારીએ મોં-હાથ દબાવી, તેમનું ગળું દબાવીને હત્યા કરી છે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2ITQtIS
via Latest Gujarati News
0 Comments