(પીટીઆઇ) લંડન, તા. ૨૫
પીએનબી કૌભાંડમાં ભાગેડું જાહેર થયેલ ૪૮ વર્ષીય નિરવ મોદી આવતીકાલે જેલમાંથી જ વિડિયો લિંક દ્વારા કોર્ટમાં રજૂ થશે. ગયા મહિને થયેલી ધરપકડ પછી તે દક્ષિણ પશ્ચિમ લંડનની વેંડસવર્થ જેલમાં બંધ છે.
૨૯ માર્ચે ચીફ મેજિસ્ટ્રેટ એમ્મા અર્બથનોટે નિરવ મોદીની જામીન અરજી ફગાવી દીધી હતી. તે સમયે મેજિસ્ટ્રેટે જણાવ્યું હતું કે એ વાતની પૂરી શંકા છે કે જામીન મળ્યા પછી તે સમર્પણ નહીં કરે.
શુક્રવારે થનારી સુનાવણી નિયમિત પ્રક્રિયાનો ભાગ છે. નિયમો અનુસાર આવા કેસોમાં જ્યુડિશિયલ કસ્ટડી માટે ૨૮ દિવસની સમયસીમા નિર્ધારિત છે.
ઉલ્લેખનીય છે કે બ્રિટનની કોર્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહેલા ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસ(સીપીસી)એ આ મહિનાની શરૃઆતમાં જણાવ્યું હતું કે નિરવ મોદી જામીન અરજી ફગાવવાની વિરુદ્ધ બ્રિટનની હાઇકોર્ટમાં અપીલ કરશે. જો કે અત્યાર સુધીમાં તેના દ્વારા કોઇ અપીલ દાખલ કરવામાં આવી નથી.
નિરવ મોદીના રિમાન્ડ અંગે આવતીકાલે સુનાવણી થશે. જો કોર્ટની સમક્ષ વિચાર માટે નવા તથ્યો મૂકવામાં નહીં આવે તો શુક્રવારની સુનાવણી પ્રક્રિયાત્મક રહેવાની સંભાવના છે.
નિરવ મોદી વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટની કોર્ટમાં જામીન માટે ત્રીજી અરજી દાખલ કરી શકે છે. જો કે આ અરજી અગાઉની બે અરજીઓ કરતા ભિન્ન હોવી જોઇઅ.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IGlMrn
via Latest Gujarati News
0 Comments