બેંગાલુરુ, તા. 25 એપ્રિલ 2019 ગુરુવાર
કર્ણાટકના મત્તૂરૂ-હોસહલ્લી ગામમાં તુંગા નદીના તટે કેટલીક માછલીઓ મૃત હાલતમાં મળી આવી છે. જે બાદ ગામના લોકો નદીનું પાણી પીવાથી અને અન્ય કામ માટે પાણીનો ઉપયોગ કરવાથી પણ ડરે છે.
આ ગામમાં રહેનાર ભાનુ પ્રકાશનું કહેવુ છે કે છેલ્લા પાંચથી છ દિવસોમા નદીના પાણીનો રંગ લીલો થઈ ગયો છે. તેમાં રહેનારી માછલીઓ પણ મરી રહી છે. ગામના લોકો નદીના પાણીનો પીવા માટે ઉપયોગ કરે છે પરંતુ હવે લોકો પાણી પીવાથી પણ ડરી રહ્યા છે. ગામના લોકોનું કહેવુ છે કે અધિકારીઓએ ગામની મુલાકાતે આવ્યા હતા. તેઓ તપાસ માટે માછલીઓ અને પાણીના નમૂના લઈને ગયા છે.
અધિકારીઓને આ વિશે જાણ કરવામાં આવી છે જેથી તેઓ આવ્યા અને માછલીઓ તેમજ પાણીના સેમ્પલ ફોરેન્સિક તપાસ માટે લઈને ગયા છે. તેમણે અમને આશ્વાસન આપ્યુ છે કે તમામ યોગ્ય ઉપાય કરવામાં આવશે અને દરેક સંભવિત મદદ પણ કરવામાં આવશે.
તુંગા નદી પશ્ચિમી કિનારે નીકળે છે અને શિવમોગા સહિત કેટલાક શહેરો સુધી સ્વચ્છ પાણી પહોંચાડે છે. કેટલાક ગામો સિંચાઈ માટે પણ આનો ઉપયોગ કરે છે. તુંગા નદી ભદ્રા નદીને મળે છે અને મધ્ય કર્ણાટક સુધી વહે છે. આનાથી ના માત્ર હજારો એકર ભૂમિ સંચાલિત થાય છે પરંતુ લાખો લોકોને પીવાનું પાણી પણ મળે છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2ZzVoEI
via Latest Gujarati News
0 Comments