
નવી દિલ્હી, તા. 25 એપ્રિલ 2019, ગુરુવાર
દિલ્હીમાં ગુરુવારે ભારે વરસાદ અને તોફાની આશંકા છે. ભારતીય હવામાન વિભાગે તેની ચેતવણી જાહેર કરી છે, ગુરુવારને દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 28 ડિગ્રી નોંધાયું છે જે સીઝનના સરેરાશ તાપમાનથી પાંચ ડિગ્રી વધારે છે.
હવામાન વિભાગના અનુમાનમાં જણાવવામાં આવ્યું છે કે, ગુરુવારે મહત્તમ તાપમાન 42 ડિગ્રી સુધી જઇ શકે છે. સવારે ભેજનું પ્રમાણ 58% સુધી નોંધાયું છે. દિલ્હીમાં છેલ્લા કેટલાંક દિવસોથી ઘણી ગરમી પડી રહી છે. મંગળવારે સીઝનની સૌથી વધારે ગરમી પડી હતી અને તે દિવસે તાપમાન 40 ડિગ્રીથી વધી ગયું હતું.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2vkhvBh
via Latest Gujarati News
0 Comments