ભારતમાં 4જીની સ્પીડમાં સામાન્ય સુધારો : ઓકલા


નવી દિલ્હી, 25 એપ્રિલ 2019, ગુરુવાર

યૂએસની ડેટા સ્પીડ ટેસ્ટર કંપની ઓકલા અનુસાર ભારતમાં 4જી ઈંટરનેટની સ્પીડમાં થોડો વધારો થયો છે. ઓકલા અનુસાર ભારતમાં 4જીની સ્પીડ સરેરાશ ધીમી ગતિથી વધે છે. જો કે આ સુધારો થવાથી યૂઝર્સને કોઈ ફાયદો થયો નથી. ઓકલાના ફાઉંડરના જણાવ્યાનુસાર સરેરાશ ઈંટરનેટ સ્પીડ ઝડપી નથી પરંતુ આ એક સારો સંકેત છે કારણ કે દેશમાં મોટાભાગના ક્ષેત્રોમાં 4જી ઉપલબ્ધ છે. 

જાન્યુઆરીથી માર્ચ 2019 સુધીમાં ભારતના અલગ અલગ મોબાઈલ નેટવર્કમાં 4જી એલટીઈની ડાઉનલોડ સ્પીડ 10.58mbps હતી. જ્યારે વર્ષ 2018માં આ જ સમયગાળા દરમિયાન સ્પીડ  9.84mbps રહી હતી. કવરેજની વાત કરીએ તો ઓકલા અનુસાર 2019ના શરૂઆતના ત્રણ માસમાં 4જી નેટવર્ક ભારતના 89.8 ટકા ભાગમાં હતું. અન્ય એક રીપોર્ટ અનુસાર ગત વર્ષે સરેરાશ ડેટા ખરત 2.5 જીબી પ્રતિ યૂઝરથી વધી અને 9.5 જીબી પ્રતિ યૂઝર સુધી પહોંચી હતી. જ્યારે વોઈસ ખપત 820 મિનિટ પ્રતિ યૂઝર સુધી પહોંચી હતી આ આંકડા 400 મિનિટ પ્રતિ યૂઝર હતા. 




from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2KXA7Sa
via Latest Gujarati News

Post a Comment

0 Comments