
નવી દિલ્હી, તા. 25 એપ્રિલ 2019, ગુરુવાર
ICC પુરુષ ક્રિકેટ વર્લ્ડ કપ લીગ 2ના મુકાબલામાં હોંગકોંગને 84 રનથી માત આપીને USAએ પોતાના ક્રિકેટ ઇતિહાસમાં પહેલીવાર વન-ડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ટીમને દરજ્જો મળ્યો છે. ICC મેન ક્રિકેટ વર્લ્ડ કપ લીગ 2ના મુકાબલા બાદ ICCએ જાહેરાત કરી છે.
USA સિવાય ઓમાનને પણ આંતરરાષ્ટ્રીય વન-ડે ટીમનો દરજ્જો મળ્યો છે. ઓમાને પોતાની પહેલી ત્રણ મેચ જીતીને આ ઉપલબ્ધી હાંસલ કરી છે. ICC મેન ક્રિકેટ વર્લ્ડ કપ લીગ 2માં USAની ટીમની ઓમાન સામે હાર થઇ હતી પરંતુ તે બાદ USAની ટીમ સારુ પ્રદર્શન કરતા તેની આગલી ત્રણ મેચોમાં જીત મેળવી હતી.
ઓમાનની ટીમે પણ આંતરરાષ્ટ્રીય વન-ડે ટીમનો દરજ્જો પ્રાપ્ત કર્યો છે. આ ટીમે પણ અત્યાર સુધીમાં ટુર્નામેન્ટમાં સારુ પ્રદર્શન કર્યું છએ અને હવે આ ટીમ ફાઇનલ પહેલા નામીબિયા અને પીએનજી સાથે ટકરાશે.
from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2DwLmek
via Latest Gujarati News
0 Comments