સેન્ટ્રલ લંડનમાં અલ્ટ્રા લો એમિશન ઝોનમાં હવે વાહનોનો પાર્કિગ ચાર્જ વધારે આપવો પડશે


લંડન, તા.8 એપ્રિલ, 2019, સોમવાર

ટ્રાન્સપોર્ટ વિભાગના અધિકારીઓએ  મધ્ય લંડનમાં વધતા જતા પ્રદુષણને રોકવા અને લાખો લોકોના આરોગ્ય પર તેના કારણે થતી નકારાત્મક અસરને ઓછી કરવા સેન્ટ્રલ લંડનના અલ્ટ્રા લો એમિશન  ઝોન (અત્યંત ઓછું ગેસ ફેંકનાર ક્ષેત્ર)માં  કાર પાર્ક કરવાના ચાર્જમાં વધારો કરાયો હતો.

આમ કાર ચાલકોને આ વૈભવી વિસ્તારમાં જઇને કારને પાર્ક કરવા માટે  વધુ ચૂકવવો પડશે. નવા દર પ્રમાણે કાર માલિકોએ હવે અલ્ટ્રા લો એમિશન  ઝોન (ULEZ)નો ૧૨.૫૦ અને કન્જેશન ચાર્જ ૧૧.૫૦ પાઉન્ડ રહેશે.

ચાર્જ ૨૦૧૫ પહેંલાના ડીઝલ વાહનો અને ૨૦૦૬ પહેંલાની કાર પર લાગુ પડશે જે અનુક્રમે યુરો ૬ અને યુરો પાંચની શ્રેણીમાં આવે છે. ટ્રક અને બસ સહિતના ભારે વાહનો માટે ULEZ ચાર્જ દૈનિક એક સો પાઉન્ડ રહેશે. આ ચાર્જ લંડનમાં ટ્રાફિસની વ્યવસ્થા સુધારવાનો નવો ઉપાય છે જ્યાં કન્જેશન ચાર્જ ૨૦૦૩થી જ વસુલાય છે.સેન્ટ્રલ લંડનમાં ULEZ ચાર્જ એજ વિસ્તારમાં લાગુ પડે છે  જ્યાં વધુ ટ્રાફિકની સમસ્યા હોય છે.

અધિકારીઓ કહે છે કે  લંડનમાં ૨૪૦૦૦૦ બાળકો સહિત છ લાખ ઉપરાંત લોકો અસ્થમાથી પીડાય છે જેમાં બેતૃતિયાંશ હવાના પ્રદુષણના ભોગ બને છે અને જેમને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. મોટાભાગના એ લોકો જેઓ હોસ્પિટલ જતા નથી તેઓ પર હવાના ખૂબ વધારે પ્રદુષણની અસર પડે છે.

લંડનના મેયર સાદિક ખાને કહ્યું હતું કે 'છેલ્લા કેટલાક વર્ષોમાં  પુખ્ત બન્યા પછી અસ્થમાના ભોગ બન્યા હોવાના નાતે હું કહી શકું છું કે લંડનની ઝેરીલી હવા લોકોના સ્વાસ્થ્યને હાની પહોંચાડે છે'.'વિશ્વમાં પહેલી જ વાર સેન્ટ્રલ લંડનમાં  સપ્તાહમાં ૨૪ કલાકના ચાર્જથી હવાને ચોખ્ખી બનાવવામાં અને  અને હાનીકારક માર્ગ વાહનવ્યવહારમાં  આશરે ૪૫ ટકાનો ઘટાડો કરવામાં મદદ મળશે'એમ તેમણે કહ્યું હતું.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UGXlj4
via Latest Gujarati News

Post a Comment

0 Comments