
(પીટીઆઇ) બેજીંગ, તા.8 એપ્રિલ, 2019, સોમવાર
૬૦ અબજ ડોલરના ખર્ચે બનનાર ચીન-પાકિસ્તાન ઇકોનોમી કોરિડોર (CPEC)ના કારણે પાકિસ્તાનની આર્થિક સ્થિતિ વધુ કથળી જશે એવા આક્ષેપોને ચીને આજે ફગાવી કહ્યું હતું કે હાલના પ્રોજેક્ટમાં ૨૦ ટકા કરતાં પણ ઓછી ચીની લોનનો ઉપયોગ કરાય છે.
ચીનના ઝીંગજીઆંગ પ્રાંતને બલુચીસ્તાનના ગ્વાદર બંદર સાથે જોડતો CPEC ચીનના પ્રમુખ શી જીનપિંગનો મહત્વકાંશી બેલ્ટ એન્ડ રોડ ઇનિશિએટીવ (BRI)નો ફલેગશીપ પ્રોજેક્ટ છે.
ચીન જેમ જેમ આ પ્રોજેક્ટને આગળ વધારતા ગયો તેમ તેમ એવી ટીકા થવા લાગી હતી કે પ્રોજેક્ટના ટકાઉપણાના સઘન અભ્યાસ વગર અને ભારે વ્યાજ દર સાથે ચીન આ પ્રોજેક્ટ બનાવે છે, પરિણામે નાના દેશો વ્યાજના ચક્કરમાં ફસાતા જાય છે.
ભારતે પણ આ પ્રોજેક્ટનો એમ કહીનો વિરોધ કર્યો હતો કે કોરિડોર પાકિસ્તાનના કબજા હેઠળના વિવાદાસ્પદ કાશ્મીરમાંથી પસાર થાય છે.ચીનના વિદેશ મંત્રાલયના પ્રવકતા લુ કાંગે સોમવારે અત્રે માધ્યમોને કહ્યું હતું કે CPEC તો નવા યુગમાં પાકિસ્તાન-ચીન સહકારનો પ્રતિક છે અને BRI માં એક મહત્ત્વનો પાયલોટ પ્રોગ્રામ પણ છે.
ચીનના ગીઢ મિત્ર એવા પાકિસ્તાનમાં વિપુલ માત્રામાં ચીની નાણાની રેલમછેલનો બચાવ કરતાં તેમણે કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય નાણાકીય સહયોગ થી મોટા પ્રોજેક્ટ હાથ ધરવા એ તો એક વૈશ્વિક પ્રથા છે.
'હાલના CPEC પ્રોજેક્ટમાં ૨૦ ટકા કરતાં પણ ઓછો ચીનનો ઋણ છે અને બાકીનો ૮૦ ટકા ચીનની લોન અથવા તો ચીની ગ્રાન્ટનો વપરાય છે'એમ તેમણે કહ્યું હતું. 'આમ CPEC પ્રોજેક્ટથી પાકિસ્તાન પર જરાય નાણાકીય બોજ નહીં વધે. બલકે એનાથી પાક.અર્થતંત્ર મજબૂત બનશે'એમ તેમણે ઉમેર્યું હતું.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2D6eV62
via Latest Gujarati News
0 Comments