
મુંબઇ તા.18 એપ્રિલ 2019, ગુરુવાર
મોખરાના અભિનેતા ફિલ્મ સર્જક અજય દેવગણે પોતાની આગામી એક ફિલ્મમાં સિનિયર અભિનેતા આલોક નાથને લીધા હોવાથી કેટલાક લોકોએ સોશ્યલ મિડિયા પર અજય દેવગણની આકરી ટીકા કરી હતી.
ખાસ કરીને લેખિકા વિનતા નંદાએ સોશ્યલ મિડિયા પર લખ્યું હતું કે બોલિવૂડના નીતિમત્તા સગવડિયા ધર્મ જેવી હોય છે. જેના પર સેક્સ્યુઅલ ગેરવર્તનનો આક્ષેપ છે અને પોલીસ તપાસ ચાલી રહી છે એવા (આલોક નાથ)ને કોઇ પોતાની ફિલ્મમાં લઇ શી રીતે શકે ?
અજયે પોતાની આગામી ફિલ્મ દે દે પ્યાર દેમાં આલોક નાથને એક રોલ આપ્યો હતો તેથી વિનતા નંદા ઉશ્કેરાઇ ગઇ હતી. હોલિવૂડના પગલે બોલિવૂડમાં ગયા વરસે મી ટુ આંદોલન શરૃ થયું ત્યારે વિનતા નંદાએ આલોક નાથ પર એવો આક્ષેપ મૂક્યો હતો કે પરદા પર બાબુજીની સ્વચ્છ ભૂમિકા ભજવતા આ શરાબી કલાકારે 19 વર્ષ પહેલાં મારા પર રેપ કર્યો હતો.
ત્યાર બાદ અન્ય ટીવી કલાકારોએ પણ આલોક નાથની ટીકા કરી હતી. આલોક નાથ સાથે રાજશ્રીની સુપરહિટ ફિલ્મ હમ આપ કે હૈં કૌન કરી ચૂકેલી એક અભિનેત્રીએ પણ આલોકની ટીકા કરી હતી.
વિનતા નંદાએ સોશ્યલ મિડિયા પર લખ્યું કે અજય દેવગણ પાસેથી હું કોઇ સારી અપેક્ષા રાખતી નથી. એને માટે તો ફિલ્મ પાછળ ખર્ચેલા નાણાં પાછાં મળે એ એકજ હેતુ છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Ul64mR
via Latest Gujarati News
0 Comments