પ્રકાશ ઝા નવી ફિલ્મ પૂરી કરવાની તૈયારીમાં છે


મુંબઇ તા.24 એપ્રિલ 2019, ગુરુવાર

ગંગાજલ, રાજનીતિ અને હીપ હીપ હુર્રે જેવી હિટ ફિલ્મો આપનારા પ્રકાશ ઝાની નવી ફિલ્મ લગભગ પૂરી થવા આવી છે. આ ફિલ્મ પરીક્ષા- ધ ફાઇનલ ટેસ્ટનું શૂટિંગ તાજેતરમાં પૂરું થયું હતું.

હાલ આ ફિલ્મ પોસ્ટ પ્રોડક્શન લેવલમાં છે. પ્રકાશ ઝાના પ્રવક્તાએ કહ્યું હતું કે અગાઉ પ્રકાશ ઝાની યોજના એવી હતી કે પોતાની હિટ ફિલ્મ રાજનીતિની મેગાબજેટ સિક્વલ ચાણક્યનીતિ ફિલ્મ બનાવવી. પરંતુ આ ફિલ્મનાં પાત્રો માટે યોગ્ય કલાકારો ઉપલબ્ધ નહોતી એટલે એ વિચાર હાલ માંડી વાળ્યો હતો અને એને બદલે પરીક્ષાઃ ધ ફાઇનલ ટેસ્ટ હાથમાં લીધી હતી. 

સૌથી મહત્ત્વની વાત એ હતી કે પરીક્ષા ફિલ્મ માટે તેમણે સ્ટારને લેવાને બદલે પાત્રને અનુરૃપ કલાકારોને પસંદ કર્યા હતા. આદિલ હુસૈન, પ્રિયંકા બોસ અને સંજય સૂરી આ ફિલ્મમાં મહત્ત્વનાં પાત્રો ભજવી રહ્યાં છે.

આ પ્રવક્તાએ એવી માહિતી પણ આપી હતી કે આ ફિલ્મમાં પણ પ્રકાશ ઝાએ કેટલીક સત્યઘટનાઓને સમાવી લીધી હતી અને એકવાર પોસ્ટ પ્રોડક્શનનંુ કામ પૂરું થઇ જાય ત્યારબાદ ઝા પોતાની રિલિઝ ડેટ જાહેર કરશે. આ વર્ષમાં ગમે ત્યારે આ ફિલ્મ રજૂ થઇ શકે છે.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Zw0a6n
via Latest Gujarati News

Post a Comment

0 Comments