
મુંબઇ તા.24 એપ્રિલ 2019, ગુરુવાર
મોખરાની અભિનેત્રી કેટરિના કૈફનો તાજેતરમાં મેરેથોન રનર પી ટી ઉષાની બાયો-ફિલ્મ માટે સંપર્ક સાધવામાં આવ્યો હોવાની જાણકારી મળી હતી.
આમ તો પી ટી ઉષાની બાયો-ફિલ્મની વાતો છેક 2017થી ચર્ચાતી રહી છે. એ સમયે પ્રિયંકા ચોપરાનું નામ આ બાયો-ફિલ્મના રોલ માટે ચર્ચાતું થયું હતું. પરંતુ પછી કોઇ અકળ કારણસર વાત આગળ વધી નહોતી.
હવે એેવી વાતો વહેતી થઇ હતી કે પી ટી ઉષાની બાયો-ફિલ્મ બનાવવાની યોજના ઘડી રહેલા સાઉથના ફિલ્મ સર્જક રેવતી એચ વર્માએ કેટરિનાનો સંપર્ક સાધ્યો હતો અને કેટરિનાએ આ પ્રોજેક્ટમાં રસ દાખવ્યો હતો.
આ ફિલ્મ હિન્દી ઉપરાંત સાઉથની કેટલીક ભાષા સહિત ઇંગ્લીશ, ચાઇનીઝ તથા રશિયન ભાષામાં બનાવવાની મહત્ત્વાકાંક્ષી યોજના રેવતીએ ઘડી છે. તાજેતરમાં રેવતી મુંબઇમાં હતાં અને કેટલાક કલાકારોએ તેમને મળવાની ઇચ્છા વ્યક્ત કરી હતી પરંતુ રેવતી માત્ર કેટરિનાને મળ્યાં હતાં. કેટરિના આ પ્રોજેક્ટ સ્વીકારશે તો એ એની પહેલી બાયો-ફિલ્મ હશે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IUeBLt
via Latest Gujarati News
0 Comments