
મુંબઇ તા.24 એપ્રિલ 2019, ગુરુવાર
એ લિસ્ટના કલાકારોની યાદીમાં મોખરાનું સ્થાન ભોગવતા અભિનેતા વરુણ ધવનનો આજે બર્થ ડે છે. હેપ્પી બર્થ ડે ટુ યુ વરુણ...!
1987ના એપ્રિલની 24મીએ જન્મેલો વરુણ આજે 32 વર્ષનો થયો. 2012માં કરણ જોહરની ફિલ્મ સ્ટુડન્ટ ઑફ ધી યરથી અભિનય ક્ષેત્રે ઝુકાવનારો વરુણ માત્ર પાંચ છ વર્ષમાં ટોચના કલાકારોની યાદીમાં આવી ગયો. હાલ વરસે 35 કરોડની કમાણી કરતો વરુણ માત્ર 32 વર્ષની વયે 120 કરોડની સંપત્તિનો માલિક હોવાનું કહેવાય છે અને એની પાસે અડધો ડઝન લક્ઝરી કાર છે જેમાં 85 લાખ રૃપિયાની કિંમત ધરાવતી ઓડી ક્યૂ સેવન કારનો પણ સમાવેશ થાય છે.
જો કે વરુણ ફિલ્મી પરિવારમાં જન્મ્યો છે એ એનું ખુશકિસ્મત છે. વરુણના પિતા ડેવિડ ધવન સિનિયર ફિલ્મ સર્જક છે અને વીતેલા દાયકામાં ડઝનબંધ હિટ કોમેડી ફિલ્મો આપી ચૂક્યા છે.
વરુણ નતાશા દલાલ નામની ગર્લફ્રેન્ડ ધરાવે છે અને વરુણે પોતે જાહેર કર્યા મુજબ એ નતાશાની સાથે વહેલો મોડો પરણી જવાનો છે.
હાલ વરુણ ફ્રી હોવાથી નતાશા અને અંગત દોસ્તો સાથે બર્થ ડે ઊજવવા મંગળવારે રાતની ફ્લાઇટમાં મુંબઇની બહાર ચાલ્યો ગયો હતો.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GEejXH
via Latest Gujarati News
0 Comments