એનડી તિવારીના પુત્રની હત્યા એની પત્નીએ જ કરી


નવી દિલ્હી તા. 24 એપ્રિલ 2019 બુધવાર

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ઉત્તર પ્રદેશ તથા ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન તરીકે ચાર ચાર વાર હોદ્દો ભોગવનારા સદ્ગત એન ડી તિવારીના પુત્ર રોહિતની હત્યા એની પત્ની અપૂર્વા શુક્લાએ કરી હતી એમ પોલીસે કહ્યું હતું.

પોલીસે મંગળવારે અપૂર્વા શુક્લાની વિધિવત્ ધરપકડ કરી હતી. ક્રાઇમ બ્રાન્ચના અધિકારીએ કહ્યું કે શરૂથીજ પોલીસને શંકા હતી કે ઘરના કોઇ જાણભેદુએ આ હત્યા કરી છે. તમામ કડીએા અપૂર્વા તરફ દોરી જતી હતી. હત્યાની રાત્રે પોતે ક્યાં હતી એ વિશે અપૂર્વાએ અત્યાર સુધીમાં ત્રણ જુદાં જુદાં બયાન આપ્યાં છે.

પોલીસે રોહિતના ભાઇ સિદ્ધાર્થ, રોહિતના ડ્રાઇવર, રોહિતની પત્ની અપૂર્વા અને એક ઘરનોકરની આકરી પૂછપરછ કરી હતી. ત્યારબાદ અપૂર્વાની ધરપકડ કરી હતી. જો કે હાલ પોલીસે વધુ માહિતી આપવાનો ઇનકાર કર્યો હતો. અપૂર્વાને આજે સવારે પોલીસ કોર્ટમાં રજૂ કરવાની હતી. જો કે પૂરતી પૂછપછ નહીં થઇ હોય તો આજને બદલે આવતી કાલે સવારે એને કોર્ટમાં રજૂ કરાશે. હત્યાનો હેતુ શોધવા અને હત્યા સાતે સંકળાયેલા પુરાવા શોધવા પોલીસ હાલ પ્રયાસો કરી રહી છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2L1uxhR
via Latest Gujarati News

Post a Comment

0 Comments