દીદી આજે પણ વરસે મને એકાદ બે ઝભ્ભા મોકલે છે: નરેન્દ્ર મોદી


નવી દિલ્હી તા.24 એપ્રિલ 2019 બુધવાર

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતાદીદી આજે પણ મને વરસે એકાદ બે ઝભ્ભા મોકલે છે. 

ટોચના એક્શન અને કોમેડી સ્ટાર અક્ષય કુમારે લીધેલો નરેન્દ્ર મોદીનો આ ઇન્ટરવ્યૂ વડા પ્રધાનની અંગત વાતોને લગતો છે. એમાં રાજકારણ ક્યાંય વચ્ચે  આવતું નથી. વડા પ્રધાને કહ્યું કે વિપક્ષી નેતાઓમાં મારા ઘણા દોસ્ત છે. હું ગુજરાતનો મુખ્ય પ્રધાન પણ નહોતો એવા સમયે પાટનગર નવી દિલ્હી આવજા કરતો ત્યારે આ વિપક્ષી નેતાઓ સાથે ગપ્પાં મારતો અને એમની સાથે જમતો પણ ખરો. એ જોઇને એક મિડિયામેને મને ટોન્ટ માર્યો હતો કે તમે રાષ્ટ્રીય સ્વયંસેવકના કાર્યકર થઇને (કોંગ્રેસી નેતા) ગુલામ નબી  આઝાદ સાથે ગપ્પાં મારો છો. ગુલામ નબીજીએ એને જવાબ આપતાં કહ્યું હતું કે બધા રાજકીય પક્ષોના નેતાઓ પરસ્પર એક પરિવાર તરીકે જોડાયેલા રહ્યા છે.

પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજી વિશે વડા પ્રધાને કહ્યુ્ં કે આજે પણ મમતા દીદી મારા માટે વરસે એકાદ બે ઝભ્ભા પ્રેમથી મોકલે છે. રાજકીય મતભેદો અલગ બાબત છે અને પરસ્પર સંબંધો અલગ બાબત છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Zr5rfv
via Latest Gujarati News

Post a Comment

0 Comments