છેલ્લા 23 દિવસમાં 11 કશ્મીરી યુવાનો ગૂમ થયા


શ્રીનગર તા.24 એપ્રિલ 2019 બુધવાર

છેલ્લા ત્રેવિસ દિવસમાં અગિયારથી વધુ કશ્મીરી યુવાનો ગૂમ થયાના અહેવાલ હતા અને પોલીસ તથા સિક્યોરિટી દળો માને છે કે આ યુવાનો આતંકવાદી જૂથોમાં ભળી ગયા હશે.

ગૂમ થયેલા મનાતા યુવાનોનાં નામ અને સરનામાં પોલીસે જાહેર કર્યાં હતાં. આ બધા યુવાનો સાઉથ કશ્મીરના છે. સિક્યોરિટી દળોએ સાઉથ કશ્મીરમાં કડક બંદોબસ્ત કર્યો છે અને યુવાનોને ગૂમરાહ થતા અટકાવવા એમનું કાઉન્સેલિંગ થઇ રહ્યું છે.

જમ્મુ કશ્મીરના ગવર્નર સત્યપાલ મલિક, રાજ્યના ડાયરેક્ટર જનરલ ઑફ પોલીસ દિલબાગ સિંઘ અને ભારતીય લશ્કરના અધિકારીઓ કહે છે કે છેલ્લા થોડા સમયથી કશ્મીરી યુવાનોની આતંકવાદી જૂથોમાં ભરતી અટકી છે. લોકસભાની ચૂંટણીની પૂર્વસંધ્યાએ કેટલાક યુવાનો હતાશાના કારણે ગૂમ થયા હોવાની શક્યતા હતી. આ યુવાનો કદાચ આતંકવાદી જૂથો સાથે જોડાઇ ગયા હોઇ શકે. 

2016ના જુલાઇથી આતંકવાદી જૂથો સ્થાનિક યુવાનોને ભડકાવી રહ્યા છે. સામા પક્ષે સિક્યોરિટી દળો અને લશ્કરી અધિકારીઓ યૂવાનોને ગૂમરાહ થતાં અટકાવવા સતત કાઉન્સેલિંગ કરી રહ્યા હતા.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2W4UBJY
via Latest Gujarati News

Post a Comment

0 Comments