માતા-ભાઈ અને સગા-વ્હાલા સાથે કેમ નથી રહેતા PM મોદી.. જાણો કારણ

નવી દિલ્હી, તા. 24 એપ્રિલ 2019 બુધવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અભિનેતા અક્ષય કુમાર સાથેના ઈન્ટરવ્યુમાં એ વાતનો ખુલાસો કર્યો છે કે કેમ તેઓ, માતા, ભાઈ અને સંબંધીઓ સાથે રહેતા નથી. 

અભિનેતા અક્ષય કુમાર સાથે નરેન્દ્ર મોદીની વાતચીત રાજકારણથી અલગ મોદીની જીંદગીના તે વણકહેલા કિસ્સાઓ પર ફોકસ કરી રહી જેના વિશે દુનિયાને કદાચ જ ખબર હશે. અક્ષય કુમારે વડાપ્રધાન મોદીને પ્રશ્ન પૂછ્યુ, જેમ તેઓ પોતાના ઘરે માતાની સાથે રહે છે તેમ આપનું મન નથી થતુ કે આપ આપની માતા, ભાઈ અને સગા-વ્હાલા સાથે રહો?

PM મોદીએ આ પ્રશ્નનો જવાબ આપતા કહ્યુ હું જીવનની ઘણી નાની ઉંમરમાં બધુ જ છોડી ચૂક્યો છુ. ઘણી નાની ઉંમરમાં જેમ મારી માતા મને કહે છે, અરે ભાઈ મારા પાછળ તમે કેમ સમય ખરાબ કરો છો. 

અભિનેતા અક્ષય કુમારે બુધવારે ટ્વીટર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઈન્ટરવ્યુનુ ટીઝર જાહેર કર્યુ. અક્ષયે કહ્યુ કે આ ઈન્ટરવ્યુમાં વડાપ્રધાન વિશે કેટલાક અજાણ્યા તથ્યોને જાણવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. 

વીડિયોના કેપ્શનમાં અક્ષય કુમારે લખ્યુ, જ્યાં સમગ્ર દેશ ચૂંટણી અને રાજનીતિ વિશે વાત કરી રહ્યા છે. થોડો બ્રેક લો. સમગ્ર રીતે નૉન પૉલિટિકલ વાતચીત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે કરવાનુ સૌભાગ્ય પ્રાપ્ત થયુ છે.

સોશિયલ મીડિયા પર આ ઈન્ટરવ્યુની ઘણી ચર્ચા થઈ રહી છે. અગાઉ અક્ષય કુમારે એક ટ્વીટ કરીને કહ્યુ હતુ કે તે એવુ કંઈક કરવા જઈ રહ્યા છે જે પહેલા ક્યારેય કર્યુ નથી.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GD1Nra
via Latest Gujarati News

Post a Comment

0 Comments