યોગી, મોહન ભાગવત અને કેજરીવાલને મારી નાખવાની ધમકી


નવી દિલ્હી તા.24 એપ્રિલ 2019 બુધવાર

ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના બે રેલવે સ્ટેશન માસ્ટર્સને મળેલા પત્રમાં ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ, દિલ્હીના મુખ્ય પ્રધાન કેજરીવાલ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતની હત્યા કરવાની ધમકી મળતાં સિક્યોરિટી દળો સાબદાં થઇ ગયાં હતાં.

આ બંને રેલવે સ્ટેશનો પર મોકલાયેલા પત્રમાં એવી ધમકી પણ આપવામાં આવી હતી કે મે માસની તેરમી તારીખે અમે શામલી,બાગપત, મેરઠ, હાપુડ, ગજરૌલા, ગાઝિયાબાદ, મુઝફ્ફરનગર, બરેલી દિલ્હી, પાણીપત અને રોહતક સ્ટેશનોને ઊડાવી દેવાના છીએ. સાથોસાથ એવી પણ ધમકી અપાઇ હતી કે મેની 16મીએ ઇલાહાબાદ, અયોધ્યા, ગાઝિયાબાદ અને દિલ્હીમાં આવેલાં મહત્ત્વનાં ધાર્મિક સ્થળોને પણ ઊડાવી દેવામાં આવશે.

આ પત્ર મળ્યા પછી તમામ રેલવે સ્ટેશનોએ પણ સિક્યોરિટી દળોને સાબદાં કરાયાં હતાં. લોકસભાની ચૂંટણી હજુ ચાલુ છે. એવા સમયે મળેલા આ પત્રે સિક્યોરિટી દળોની ઊંઘ ઊડાડી દીધી હતી.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2ISKKD2
via Latest Gujarati News

Post a Comment

0 Comments