એક એવો સોફ્ટવેર જે બોસને જણાવી દેશે કયો કર્મચારી આપશે રાજીનામું


વોશિંગટન,  13 એપ્રિલ 2019, શનિવાર

ટુંક સમયમાં જ દરેક ઓફિસમાં એવા સોફ્ટવેર ઈંસ્ટોલ કરી દેવામાં આવશે જે બોસ અગાઉથી જ જણાવી દેશે કે કયા કર્મચારી ઓફિસ છોડી રહ્યા છે. જી હાં આ વાત જાણીને આશ્ચર્ય તો થશે પરંતુ આઈટી કંપની આઈબીએમ કંપનીએ ખાસ પ્રકારનો સોફ્ટવેર બનાવ્યો છે. આ સોફ્ટવેર કંપનીના માલિકને કર્મચારી વિશે તમામ જાણકારી આપી દેશે. આ સોફ્ટવેરએ જણાવેલી વાત 95 ટકા કિસ્સામાં સાચી પડે છે. આ સોફ્ટવેર બોસને જણાવી દેશે કે કર્મચારી નોકરી છોડવાના છે કે નહીં.

આઈબીએમ પોતાના કર્મચારીઓને નોકરી છોડવાથી રોકવા માટે સફળ પણ થઈ રહી છે. કંપનીઓમાં કર્મચારીઓને ટકાવી રાખવા માટે આ રસ્તો શોધી કાઢ્યો છે. આ સોફ્ટવેરમાં ખાસ રીતે ડેટા પોઈંટ તૈયાર પ્રોગ્રામ તૈયાર કર્યો છે. સોફ્ટવેર અનેક વાતોને સમજે છે. જેમકે કોઈ કર્મચારી ઓવરટાઈમ કરે તો તે ટુંક સમયમાં નોકરી છોડી શકે છે. કર્મચારી સપ્તાહમાં 15 કલાકથી વધારે કામ કરે તો નોકરી છોડવાનું જોખમ વધી જાય છે.  જો કર્મચારી કંપની છોડવાનું મન બનાવી ચુક્યા હોય તો કંપની તેને વળતર આપી રોકી શકે છે. 





from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2DcId2S
via Latest Gujarati News

Post a Comment

0 Comments