
નવી દિલ્હી,તા.13.એપ્રિલ 2019, શનિવાર
ભારત સામે લડવાની ગુલબાંગો હાંકતા રહેતા પાકિસ્તાનમાં મોંઘવારીના મારમાં પ્રજા પિસાઈ રહી છે.
ભીખારી જેવી સ્થિતિમાં મુકાઈ ગયેલા પાકિસ્તાનમાં શાકભાજી, પેટ્રોલ, ડીઝલ જેવી વસ્તુઓના ભાવ પહેલેથી જ આસમાને છે ત્યારે દૂધના વધેલા ભાવોથી લોકોની મુશ્કેલી વધી ગઈ છે.
પાકિસ્તાનની સેના અને સરકાર ભારતને જવાબ આપવાની વાત કરી રહી છે ત્યારે પાકિસ્તાનમાં દૂધ પ્રતિ લિટર 120 રુપિયાથી 180 રુપિયાના ભાવે વેચાઈ રહ્યુ છે.કરાચી ડેરી ફાર્મર્સ એસોસિએશને અચાનક જ દૂધના ભાવમાં પ્રતિ લિટર 23 રુપિયાનો વધારો કરી દીધો છે.એસોસિએશનનુ કહેવુ છેકે, સરકારને વારંવાર રજૂઆત કર્યા પછી પણ ભાવવધારો નહી મળતા અમે જાતે જ ભાવ વધારી દીધો છે.આમ તો દૂધનો ભાવ પ્રતિ લિટર 94 રુપિયા નક્કી કરાયો છે પણ છુટક માર્કેટમાં દૂધ 180 રુપિયા લિટર સુધી વેચાઈ રહ્યુ છે. ઈમરાનખાન માટે પાકના અર્થતંત્રને પાટા પર ચઢાવવુ તે મોટો પડકાર છે.
પાકિસ્તાન પાસે હાલમાં વિદેશથી વસ્તુઓ આયાત કરવા માટે બે મહિના ચાલે તેટલુ પણ વિદેશી નાણું નથી.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2X9NorU
via Latest Gujarati News
0 Comments