
ભારતમાં હજુ ટુરીઝમ ડેવલપ થઇ રહયું છે ત્યારે યૂરોપના ઘણા દેશોમાં પ્રવાસીઓની સંખ્યાના નિયંત્રણ માટે ટૂરિસ્ટ ટેકસ વધારવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. નેધરલેન્ડ અને સ્પેન જેવા દેશોમાં સ્થાનિક લોકોને રોજગારી મળતી હોવા છતાં પારાવાર તકલીફ વેઠવી પડતી હોવાની વિગતો બહાર આવી છે. બે વર્ષ પહેલા તો સ્પેનમાં દિવાલો પર ટૂરિસ્ટ ગો બેક એવા સૂત્રો પણ લખાયા હતા. નેધરલેન્ડની વાત કરીએ તો તેના પાટનગર એર્મ્સ્ટડમમાં દર વર્ષે ૧.૮૦ કરોડ પ્રવાસીઓ આવે છે જે નેધરલેન્ડની કુલ વસ્તી કરતા પણ વધારે છે.
એક સમયે આર્થિક નાદારી માટે ફેમસ થયેલા ગ્રીસ દેશની છેલ્લા બે વર્ષની ટુરિઝમ રેવન્યુમાં ૧૬ ટકાનો વધારો થયો છે. ગ્રીસની વાર્ષિક ટુરીઝમ આવક ૪૦ અબજ ડોલરથી પણ વધારે છે. ભારતની વાત કરીએ તો ૨૦૧૬માં ૮૫ લાખ વિદેશીઓએ ભારતની મુલાકાત લીધી હતી તેની સરખામણીમાં ૨૦૧૭માં ૧ કરોડથી વધુ પ્રવાસીઓ આવ્યા હતા. ભારતમાં મુલાકાતે આવતા ટુરિસ્ટમાં ૨૫ ટકા થી વધારે અમેરિકા અને યૂકેના હોય છે. વિશ્વમાં ટૂરિઝમની આવક મેળવવામાં યૂરોપ અને અમેરિકાના દેશો ખૂબજ આગળ છે. વિશ્વમાં સૌથી વધુ ટૂરિસ્ટ આવક ૨૩૦ અબજ ડોલર અમેરિકા ધરાવે છે. જે વિશ્વના ટોપ ટેન દેશોની અડધા કરતા પણ વધુ થાય છે. જયારે બીજો ક્રમ ધરાવતું ફાંસ ૬૬.૮ અબજ ડોલર આવક મેળવે છે જે અમેરિકાની આવકના ત્રીજા ભાગની થાય છે. જયારે ભારત ૨૭ અબજ ડોલરની ટુરિસ્ટ આવક મેળવે છે. ભારત કરતા થાઇલેન્ડ દોઢ ગણી વધુ આવક ધરાવે છે. વર્જિનિયા દેશની ટૂુરીઝમ રેવન્યુ ૨૦૧૭માં ૨૫ અબજ ડોલરને આંબી જતાં એક જ વર્ષમાં ૪.૪ ટકાનો વધારો થયો છે.
ટુરિઝમ આવક ધરાવતા ટોપ દેશો
દેશ - વાર્ષિક આવક (ડોલરમાં)
અમેરિકા ૨૨૦ અબજ
ફ્રાંસ ૬૬.૮ અબજ
સ્પેન ૬૫.૧ અબજ
ઇંગ્લેન્ડ ૬૨.૮ અબજ
ચીન ૫૭.૦ અબજ
જર્મની ૫૬.૦ અબજ
ઇટાલી ૪૫.૫ અબજ
થાઇલેન્ડ ૪૨.૦ અબજ
ઓસ્ટ્લિયા ૪૧.૩ અબજ
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IwHcGK
via Latest Gujarati News
0 Comments