
નવી દિલ્હી, 13 એપ્રિલ 2019, શનિવાર
વર્ષ 2021માં પહેલીવાર જનગણના માટે મોબાઈલ એપનો ઉપયોગ કરવામાં આવશે. આ કાર્યને અંતિમ સ્વરૂપ આપવા સરકાર કાર્ય કરી રહી છે. 2021માં થનારી 16મી જનગણનાની તૈયારીઓ ચાલી રહી છે. આ જાણકારી કેન્દ્રીય ગૃહ સચિવ રાજીવ ગૌબાએ આ જાણકારી આપી છે.
તેમણે જણાવ્યું હતું કે દુનિયાની સૌથી મોટી જનગણના માટે 33 લાખ કર્મચારીઓની જરૂર પડશે. તેના માટે અધિસૂચના પણ જાહેર કરવામાં આવી છે. તેમની પાસે પોતાનો મોબાઈલ ઉપયોગ કરવાનો વિકલ્પ પણ હશે. મોબાઈલનો ઉપયોગ ન કરતાં કર્મચારીઓને પેપર પર આંકડા એકઠા કરવા પડશે. આ આંકડા એકઠા કરતી વખતે ગોપનીયતા બનાવી રાખવા માટે વિશેષ ધ્યાન રાખવામાં આવશે.
જમ્મૂ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશમાં ઓક્ટોબર 2020થી જનગણનાનું કામ શરૂ થશે. જ્યારે માર્ચ 2021માં અન્ય પ્રદેશોમાં જનગણના શરૂ થશે. આ આંકડાના આધારે આર્થિક વિકાસ અને કલ્યાણની યોજનાઓ બનાવવામાં આવશે.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VFQcwV
via Latest Gujarati News
0 Comments