થ્રીલર ફિલ્મ વોન્ડર માટે આરોન એક્હાર્ટ સાઇન થયો


લોસ એંજલ્સ તા.13 એપ્રિલ 2019, શનિવાર

કદાવર કાયા ધરાવતા અભિનેતા આરોન એક્હાર્ટને ક્રાઇમ થ્રીલર ફિલ્મ વોન્ડર માટે સાઇન કરાયો હોવાના અહેવાલ પ્રગટ થયા હતા.

ટીમ ડોઇરોને આ ફિલ્મની સ્ક્રીપ્ટ લખી છે અને બિલો હર માઉથ ફિલ્મ ફેમ એપ્રિલ મુલેન એના ડાયરેક્ટર છે. ફિલ્મની સ્ટોરીલાઇન એવી છે કે માનસિક રીતે અસ્થિર એવા એક ખાનગી ગુનાશોધક (આરોન એક્હાર્ટ)ને વોન્ડર નામના નાનકડા નગરમાં થયેલા શંકાસ્પદ મરણની તપાસ સોંપવામાં આવે છે.

તપાસ દરમિયાન એને ખાતરી થાય છે કે એની પુત્રીના રહસ્યમય મરણ પાછળ પણ આ પ્રકારનું ષડયંત્ર હતું. આ ફિલ્મ જૂનમાં ફ્લોર પર જશે. મેક્સિકોમાં એનું શૂટિંગ શરૂ થવાનંુ છે. ડોઇરોન અને મુલેન આ ફિલ્મના સહનિર્માતા છે.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2v1vfkf
via Latest Gujarati News

Post a Comment

0 Comments