
નવી દિલ્હી,તા.13.એપ્રિલ 2019, શનિવાર
કોઈ પણ કલાકારનુ સ્વપ્નુ હોય છે કે તે સ્ટેજ પર અભિનયથી લોકોને મંત્રમુગ્ધ કરતો રહે.
જોકે બ્રિટિશ કોમેડિયન ઈયાન કોગ્નિટોનુ સ્ટેજ પર જ કોમેડી કરતી વખતે મોત થયુ હતુ અને લોકો તેને પણ અભિનય માનતા રહ્યા હતા.
ઈયાનનુ સાચુ નામ પોલ બર્બરી છે.તેઓ 11 એપ્રિલે બાઈચેસ્ટર નામના એક શહેરના એટિક બારમાં લોકો સામે પરફોર્મન્સ આપી રહ્યા હતા ત્યારે અચાનક જ તેઓ સ્ટૂલ પર બેસી ગયા હતા અને જોર જોરથી શ્વાસ લેવા માંડ્યા હતા.
લોકોને એમ હતુ કે, આ પણ ઈયાનના અભિનયનો જ એક ભાગ છે.એ પછી પાંચ મિનિટ સુધી તેઓ કશું બોલ્યા વગર બેસી રહ્યા હતા અને લોકો હસી રહ્યા હતા.એ પછી કેટલાક લોકોએ તેમનો હાથ પકડયો હતો.
તેમણે કોઈ પ્રતિક્રિયા નહી આપતા કેટલાકને થયુ હતુ કે, કંઈક ગંભીર બાબત બની છે.એ પછી એમ્બ્યુલન્સ મંગાવાઈ હતી પણ ત્યાં સુધીમાં કોગ્નિટોનુ મોત થઈ ચુક્યુ હતુ.
કોગ્નિટોને શો શરુ થતા પહેલા તબિયત ઠીક લાગી રહી નહોતી.આમ છતા તેમણે આયોજકો સમક્ષ સ્ટેજ પર જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
તેમણે મોતની થોડીક જ મિનિટો પહેલા જોક કર્યો હતો કે, માની લો કે હું તમારી સામે જ મરી જઉં ....તે વખતે કોઈને ખબર નહોતી કે આ વાત સાચી પડવાની છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2URprZg
via Latest Gujarati News
0 Comments