PM મોદીને દેશની બહાર કાઢી મુકીશું, કોઈ ખૂણામાં ચાની દુકાન ચલાવશેઃ બદરુદ્દીન


નવી દિલ્હી,તા.13.એપ્રિલ 2019, શનિવાર

લોકસભાની ચૂંટણી આવતા જ બેફામ  નિવેદનો આપવાની પણ જાણે સિઝન શરુ થઈ છે.

આસામના મુસ્લિમ રાજકીય પક્ષ એઆઈયુડીએફ( ઓલ ઈન્ડિયા યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રંટ)ના સ્થાપક અને મુસ્લિમ આગેવાન બદરુદ્દીન અજમલે પીએમ મોદી માટે વિવાદીત નિવેદન આપ્યુ છે.

અજમલે કહ્યુ હતુ કે, તમામ વિપક્ષી પાર્ટીઓ ભેગા થઈને મોદીને દેશની બહાર કાઢી મુકશે અને કોઈ એકાદ ખુણામાં મોદી ચાની દુકાન ચલાવશે તથા પકોડા વેચશે.

અજમલ આસામના ધુબરીથી સાંસદ છે.તેમણે 12 વર્ષ પહેલા એઆઈયુડીએફની સ્થાપના કરી હતી.

આ પહેલા ભાજપના હોશંગાબાદના ભાજપના સાંસદે રાહુલ ગાંધી પર નિવેદન આપતી વખતે મર્યાદા વટાવી દીધી હતી.ભાજપના સાંસદ ઉદયપ્રતાપ સિંહે કહ્યુ હતુ કે, પીએમ મોદી એવા વડાપ્રધાન છે જેમણે દુનિયામાં ભારતનુ નામ ઉંચુ કર્યુ છે.તે પહેલા ભારત ચોરોના દેશ તરીકે ઓળખાતો હતો.

તેમણે કહ્યુ હતુ કે, જો 48 વર્ષે રાહુલ ગાંધી વડાપ્રધાન બનસે તો લોકો કહેશે કે ભારતના વડાપ્રધાન પપ્પુ છે..તમે જ વિચારો કે આ સાંભળીને કેવુ લાગશે.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UE1yFj
via Latest Gujarati News

Post a Comment

0 Comments