
નવી દિલ્હી, તા. 19 એપ્રિલ 2019, શુક્રવાર
ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખડના પૂર્વ મુખ્યમંત્રી નારાયણ દત્ત તિવારીના પુત્ર રોહિત શેખર તિવારીના મોત મામલે પોલીસે ગત રાત્રીએ હત્યાનો મામલો નોઁધ્યો છે. 40 વર્ષીય રોહિત પોતાના ઘરમાં જ મૃત અવસ્થામાં મળી આવ્યા હતા. તેમના નાકમાંથી લોહી નિકળી રહ્યું હતું.
પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે રોહીત શેખરના પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવી ગયો છે. જે મુજબ રોહિતનું મોં દબાવીને તેની હત્યા કરી દેવામાં આવી છે અને બની શકે કે તકિયો રાખીને મોં દબાવવામાં આવ્યું હોય.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2vdXGLU
via Latest Gujarati News
0 Comments