
નવી દિલ્હી, તા. 19 એપ્રિલ 2019, શુક્રવાર
ભારતીય જનતા પાર્ટીએ મુંબઇ હુમલામાં શહીદ થયેલા પોલીસ અધિકારી હેમંત કરકરેને લઇને સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે કરેલી વિવાદીત ટીપ્પણીથી પોતાને અલગ કર્યું છે. પાર્ટીએ કહ્યું કે, ભાજપનું સ્પષ્ટ માનવું છે કે, હેમંત કરકરે આતંકવાદીઓ સાથે લડતા લડતા શહીદ થયા હતા. ભાજપે હંમેશા તેમને શહીદ માન્યા છે.
ભારતીય જનતા પાર્ટીએ નિવેદન જાહેર કરીને સાધ્વી પ્રજ્ઞા ઠાકુરના આ નિવેદનથી પોતાને અલગ કર્યું છે. પાર્ટીએ કહ્યું કે, ભારતીય જનતા પાર્ટીનું સ્પષ્ટ માનવું છે કે હેમંત કરકરે આતંકવાદીઓ સાથે બહાદુરીપૂર્વક લડી વીરગતિને પ્રાપ્ત થયા. આ તેમનું અંગત નિવેદન છે જે વર્ષ સુધી તેમને થયેલા શારિરીક અને માનસિક પીડાને કારણે આપવામાં આવ્યું હશે.

નોંધનીય છે કે માલેગાંવ બોમ્બ વિસ્ફોટ મામલે આરોપી અને ભોપાલથી લોકસભા સીટના ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરે મુંબઇ હુમલામાં શહીદ થયેલા પોલીસ અધિકારી હેમંત કરકરે પર યાતના આપવાનો આરોપ લગાવ્યો હતો અને તેમના વિશે નિવેદન આપ્યું હતું અને જેના કારણે વિવાદ સર્જાયો હતો.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Xus8gV
via Latest Gujarati News
0 Comments