આ મુખ્યમંત્રી મીટિંગના નાસ્તાનું બિલ જાતે ચુકવતા

ઘટના એ વખતની છે જ્યારે પંડિત ગોવિંદ વલ્લ્ભ પંત ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી હતા. તેમની ગણના દેશના સૌથી ઇમાનદાર નેતાઓમાં થાય છે. એ ના તો કોઈ વિશેષ સુવિધા લેતા ના તો પોતાના ખર્ચા સરકારી ખાતામાં નાંખતા. એકવાર એમણે સરકારી બેઠક બોલાવી. એમાં ચા-નાસ્તાની વ્યવસ્થા રાખવામાં આવી હતી. બેઠક પછી જ્યારે ચા -નાસ્તાનું બિલ પાસ થવા માટે એમના ટેબલ પર આવ્યું ત્યારે હિસાબમાં છ આના અને બાર આના લખેલાં હતા. તેથી તેમણે એ બિલ પાસ કરવાની ના પાડી દીધી.

બિલ પાસ ના કરવાનું કારણ આપતાં તેમણે કહ્યું કે સરકારી ખર્ચે માત્ર ચા મગાવવાનો નિયમ છે. તેથી નાસ્તાનો ખર્ચ એને મગાવનારે પોતે ચુકવવો જોઈએ, હા, ચાનું બિલ જરૂર પાસ થઇ શકે છે. અધિકારીઓએ એમને કહ્યું કે ક્યારેક- ક્યારેક નાસ્તો મગાવવામાં કોઈ વાંધો નથી એટલે આ બિલ પાસ કરવામાં કોઈ ગુનો નથી.

ચોક્કસ દિવસે મિટીંગમાં ચાની સાથે નાસ્તો પણ આપવામાં આવ્યો. જ્યારે બિલ ચુકવવાની વાત આવી ત્યારે થોડુ વિચારીને પંતજીએ ખિસ્સામાંથી રુપિયા કાઢ્યાં અને અધિકારીઓને કહ્યું કે, 'ચાનું બિલ પાસ થઇ શકે છે પણ નાસ્તાનું નહીં. બેઠકમાં નાસ્તો મગાવાયો છે તો એના પૈસા હું ચુકવીશ.' નાસ્તાનો ખર્ચ સરકારી તિજોરી પર કદી નહીં આવવા દઉં, સરકારી ખજાના પર હંમેશા જનતા અને દેશનો હક છે, મંત્રીઓનો નહીં. આપણે જનતાની સંપત્તિનો ખર્ય પોતાના પર કેવી રીતે કરી શકીએ.' આ ઘટના પછી અધિકારીઓએ એમને આશ્વાસ આપ્યું કે સરકારી નિયમોની અવહેલના નહીં કરવામાં આવે, આ સાંભળીને પંતજી સંતુષ્ટ થયા અને પોતાના કામે લાગી ગયા.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GxsNsg
via Latest Gujarati News

Post a Comment

0 Comments